• Home
  • News
  • 118 દિવસ પછી કાલથી નવા નિયમો સાથે ક્રિકેટની વાપસી, ખેલાડીઓ બોલ બૉય બનશે, મેદાનમાં હાજર તમામનું ચિપથી ટ્રેકિંગ પણ થશે
post

ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી ટેસ્ટ સીરિઝ શરૂ થશે, કોરોનાની અસર દેખાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 09:20:04

લંડન: કોરોના વાઈરસના કારણે રદ કરાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ 118 દિવસ પછી ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં નવા નિયમો સામે વાપસી કરી રહ્યું છે. આઠ જુલાઈ એટલે કે બુધવારથી ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો પહેલી ટેસ્ટ રમશે. ત્રણ ટેસ્ટની આ સિરીઝમાં સ્ટેડિયમમાં દર્શકો જોવા નહીં મળે. ઈવેન્ટ ડિરેક્ટર સ્ટિવ એલવર્દીના કહેવા પ્રમાણે, હવે બેટ્સમેન બાઉન્ડ્રી મારશે ત્યારે તે બૉલ ગ્લવ્ઝ પહેરેલા રિઝર્વ ખેલાડી પોતે જ પહેરીને પાછો લાવશે. જાણો આ સિવાયના બીજા પણ કેટલાક ફેરફાર... 

ગ્રાઉન્ડમાં 50થી 70 સેન્સરયુક્ત સેનિટાઈઝર મશીનો લગાવાયાં 
ગ્રાઉન્ડમાં 50થી 70 સ્થળે સેન્સરથી ચાલતા ઓટોમેટિક હેન્ડ સેનિટાઈઝર મશીનો લગાવાયા છે. આ મશીનને સ્પર્શ કરવાની પણ જરૂર નહીં પડે અને સંક્રમણનો ખતરો ઘણો ઘટી જશે. પેવેલિયનના તમામ દરવાજા ખુલ્લા રખાશે. આ ઉપરાંત રૂમમાં એસીનું તાપમાન પણ નક્કી માપદંડોના આધારે સેટ કરી દેવાયું છે. ડ્રેસિંગ રૂમની બાજુમાં બે ચોરસ મીટરની અલગથી જુદી જગ્યા બનાવાઈ છે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે. 

ટૉસ વખતે મેચ રેફરી, કેપ્ટન જ હાજર રહેશે

·         નવા નિયમો પ્રમાણે, ટૉસ વખતે મેચ રેફરી સિવાય ફક્ત કેપ્ટન હાજર રહેશે. ગ્રાઉન્ડ સ્ટાફ કે ટીવી કેમેરામેન હાજર નહીં રહી શકે. 

·         ટૉસ પછી કેપ્ટન હાથ નહીં મિલાવી શકે. 

·         એમ્પાયર પોતે જ બેલ્સ લઈને જશે અને બ્રેક વખતે સ્ટમ્પ સેનિટાઈઝ કરશે. 

ખેલાડીઓ સાથે 20 મીટરનું અંતર જળવાશે

·         ગ્રાઉન્ડ સ્ટાફ અને ટીવી કેમેરામેન ખેલાડીઓ સાથે 20 મીટરનું અંતર જાળવશે. 

·         મેદાનમાં હાજર તમામ કર્મીઓ ચિપથી સજ્જ હશે, જેથી તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તો એ તપાસ કરવામાં સરળતા રહેશે જેથી તેઓ કોના સંપર્કમાં આવીને બિમાર થયા હોઈ શકે!

આ પણ મહત્ત્વના ફેરફાર 

·         બૉલ પર લાળના ઉપયોગ પર રોક. બે ચેતવણી પછી બેટિંગ કરતી ટીમને પાંચ એક્સ્ટ્રા રન મળશે. 

·         બૉલ નાંખતા પહેલા બૉલને સેનિટાઈઝ કરવાની જવાબદારી એમ્પાયરની રહેશે. 

·         ખેલાડીઓને હોટલમાં એવું એપ અપાશે, જેનાથી દરવાજા બંધ હશે તો આપોઆપ ખુલશે, જેથી સ્પર્શની જરૂર નહીં રહે. 

·         કોરોનાના કારણે પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં સબસ્ટિટ્યુટ ખેલાડીની મંજૂરી અપાઈ છે. 

ખેલાડીના પોઝિટિવ આવતાં મેચ રોકાશે નહીં 
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 8 જુલાઈથી ત્રણ મેચની ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થઈ રહી છે. તેની સાથે જ ચાર મહિના પછી ઈન્ટરનેશનલ ક્રિકેટનું પુનરાગમન થઈ રહ્યું છે. કોરોનાના લીધે મેચમાં પ્રશંસકો જોવા નહીં મળે. આ ઉપરાંત ખેલાડીઓએ પણ અનેક પ્રકારના નિયમો પાળવા પડશે. સમગ્ર સીરિઝ બાયો સિક્યોર વાતાવરણમાં રમાશે. મેચ દરમિયાન જો કોઈ ખેલાડી પોઝિટિવ આવશે તો પણ મેચ બંધ નહીં કરાય. તેના સ્થાને નવો ખેલાડી જોડાશે. 

ખેલાડી એક-બીજાને મળીને ઉજવણી નહીં કરી શકે
મેચ દરમિયાન વિકેટ પડવા કે વિજય મેળવ્યા પછી બધા ખેલાડી ઉજવણી કરે છે, પરંતુ હવે આવું જોવા નહીં મળે. ખેલાડીઓના ગળે મળવા, હાથ મિલાવવા પર રોક છે. આથી તેઓ કોણીથી કે કોઈ અન્ય રીતે ઉજવણી કરતા જોવા મળશે. 

પ્રશંસકો નહીં તો ઓટોગ્રાફ અને સેલ્ફી પણ નહીં
મેચમાં પ્રશંસકો આવી શકશે નહીં. મેચ દરમિયાન ખેલાડી પ્રશંસકો સાથે ફોટો ખેંચાવતા કે ઓટોગ્રાફ આપતા હતા. એટલે કે, ખેલાડી અને પ્રશંસકોના મિલનની ક્ષણો હવે આપણને લાંબા સમય સુધી જોવા નહીં મળે.

બોલર સ્વેટર, ટોપી અમ્પાયરને નહીં આપી શકે
બોલિંગ કરતા સમયે ખેલાડી પોતાનું સ્વેટર, ટોપી અને ચશ્મા અમ્પાયરને આપતા હતા. હવે તેના પર પ્રતિબંધ છે. તેમણે તેને મેદાનથી બહાર મૂકવા પડશે. એક ખેલાડીનો સામાન બીજો ખેલાડી ઉપયોગ કરી શકશે નહીં. 

 

adv

Related News

post
post
post
post
post
post
post