• Home
  • News
  • UPમાં પુલ તૂટતાં 12 લોકો કેનાલમાં ખાબક્યા:છઠપૂજા દરમિયાન 4નાં મોત, સરયૂ નદીમાં 4 બાળક તણાયાં, કર્મનાશા નદીકાંઠે ભાગદોડ થઈ
post

ચંદોલીના ચકિયા કોતવાલીના સરૈયા ગામમાં લોકો છઠપૂજા જોવા માટે કર્મનાશા કેનાલના કાંઠે જઇ રહ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-01 19:26:22

ગુજરાતમાં મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાના પડઘા હજુ શાંત નથી પડ્યા ત્યાં ઉત્તરપ્રદેશમાં એક પુલ તૂટી પડવાની ઘટના સામે આવી છે. યુપીમાં સોમવારે છઠપૂજા દરમિયાન નદી અને તળાવમાં ડૂબવા જવાથી 4 લોકોનાં મોત થઈ ગયાં. આઝમગઢમાં એકબીજા પર પાણી ફેંકવા દરમિયાન ચાર યુવક નાની સરયૂ નદીના તેજ વહેણમાં ડૂબી ગયા. હાજર લોકોએ ત્રણ લોકોને બચાવી લીધા, જ્યારે એક બાળક સત્યમ યાદવ(15)નું ડૂબી જવાથી મોત થઇ ગયું છે.

ત્યારે ચંદોલીમાં કર્મનાશા નદી પર બનેલો પુલ અચાનક તૂટી પડ્યો. દુર્ઘટનામાં છઠપૂજા જોવા આવેલા 12થી વધુ લોકો કેનાલમાં પડ્યા. કેનાલમાં પાણી ઓછું હતું એટલા માટે મોટી દુર્ઘટના ન બની.

ત્યારે કુશીનગરના તુર્કપટ્ટી વિસ્તારના માનસરોવર તળાવમાં ડૂબવાથી યુવકનું મોત થઇ ગયું છે. જૌનપુર અર્ઘ્યનો સામાન લઈને જઇ રહેલો યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત થઇ ગયું. દેવરિયામાં છઠ પર મિત્રો સાથે તળાવમાં નાહવા જઈ રહેલા યુવકનું પણ ડૂબી જવાથી મોત થઈ ગયું.

ચંદોલીના ચકિયા કોતવાલીના સરૈયા ગામમાં લોકો છઠપૂજા જોવા માટે કર્મનાશા કેનાલના કાંઠે જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં આવતો પુલ અચાનક તૂટી પડ્યો. અચાનક બનેલી દુર્ઘટનામાં 12થી વધુ લોકો નહેરમાં પડી ગયા. જોકે નહેરમાં પાણી ઓછું હોવાને લઇને કોઇને ઇજા નથી થઇ, પરંતુ ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઈ હતી.

ભારે વહેણની ઝપેટમાં આવ્યો યુવક
આઝમગઢથી ભરસની ગામમાં નાની સરયૂ નદી છે. સવારે ગામની મહિલાઓ ઊગતા સૂર્યને અર્ઘ્ય આપવા પહોંચી. આ દરમિયાન ઘાટ પર અંદાજિત 200 બાળકો પણ ગયાં. માતાને અર્ઘ્યનો સામાન લઇને કેટલાંક બાળકો નદીમાં ઊતર્યા. આ દરમિયાન બાળકો હસી-મજાકમાં એકબીજા પર પાણી ફેંકવા લાગ્યાં. નદીમાં બેરિકેડિંગ ન હોવાથી બાળકોને નદીની ઊંડાઈનો અંદાજ નહોતો. તેવામાં તેઓ ઊંડા પાણીમાં ચાલ્યાં ગયાં અને ડૂબવા લાગ્યાં.

આઝમગઢના SP ગ્રામ્ય રાહુલ રુસિયાએ જણાવ્યું હતું કે ભરસની ગામથી ગોરખપુર લિંક એક્સપ્રેસ-વેનું નિર્માણ ચાલી રહ્યું છે, જેના માટે નાની સરયૂ નદીથી માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામના કારણે નદી ઊંડી થઇ ગઇ. આની માહિતી ન તો સરપંચ કે ન કોઇ ગામના લોકોએ પોલીસને આપી. જો આ મામલે માહિતી તંત્રને હોત તો અહીં પર પણ બેરિકેડિંગ કરવામાં આવી હોત. અંદાજ ન મળવાને કારણે આ દુર્ઘટના થઇ ગઇ.

ઘટનાસ્થળ પર પહોંચેલા SP ગ્રામ્ય રાહુલ રુસિયાનું કહેવું છે કે આ ઘાટ પર છઠપૂજાનું આયોજન થાય છે, જેની માહિતી સરપંચ કે ગામલોકો દ્વારા પોલીસને આપવામાં આવી ન હતી. જો આ મામલે તંત્રને માહિતી હોત તો અહીં પર પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હોત.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post