• Home
  • News
  • 140 વર્ષ જૂનું રૂ.8 કરોડનું કોરોના પેઇન્ટિંગ બરોડા મ્યુઝિયમમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર, આર્ટિસ્ટ ચાર્લ્સ પેરુઝિનીએ પત્ની કેટની સુંદરતાને દર્શાવતું કોરોના પેઇન્ટિંગ બનાવ્યું હતું
post

મ્યુઝિયમમાં મહારાજાએ સંગ્રહિત 210 ઓઇલ પેઇન્ટિંગ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-21 15:32:23

કોરોના ભલેને લોકોને ડરાવતો, હચમચાવતો હોય, પણ બરોડા મ્યુઝિયમનું રૂ.8 કરોડની અંદાજિત કિંમતનું એક કલાત્મક કોરોના પેઇન્ટિંગ છે. બરોડા મ્યુઝિયમના યુરોપિયન પેઇન્ટિંગ વિભાગમાં 63.5x44.5 સેન્ટિમીટરની સાઇઝનું આ પેઇન્ટિંગ 140 વર્ષ પહેલાં મહારાજા દ્વારા 54 પાઉન્ડમાં ખરીદવામાં આવ્યું હતું, જેની વર્તમાન કિંમત અંદાજિત 7 થી 8 કરોડ રૂપિયા છે.

1960માં કોરોનાપેઇન્ટિંગની કિંમત આશરે 1 લાખ અંકાઈ હતી
મહારાજા સયાજીરાવે 19મી સદીમાં આશરે 140 વર્ષ પહેલાં ખ્યાતનામ આર્ટિસ્ટ ચાર્લ્સ એડવર્ડ પેરુઝિની પાસેથી આ પેઇન્ટિંગ 54 પાઉન્ડમાં ખરીદ્યું હતું, જેની કિંંમત આશરે વર્ષ 1960માં અંદાજિત 1 લાખ અંકાઇ હતી. કોરોના ટાઇટલની આર્ટિસ્ટ કેટ પેરુઝિનીના પેઇન્ટિંગની સાઇઝ 63.5x44.5 સેન્ટિમીટર છે. આ પ્રકારનું પેઇન્ટિંગ વિશ્વના કોઇપણ મ્યુઝિયમમાં સંગ્રહ કરાયું નથી. કોરોનાના સમયમાં પણ મ્યુઝિયમમાં ઓઇલ પેઇન્ટિંગમાં સૌથી સુંદર ગણાતું કોરોના ટાઇટલનું પેઇન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

વ્યક્તિની સુંદરતાનું પ્રતીક એટલે કોરોના
વ્યક્તિની સુંદરતાને તાજ સાથે સરખાવવાનો અર્થ પણ કોરોના થાય છે. પેઇન્ટિંગમાં દર્શાવવામાં આવેલી યુવતી ખ્યાતનામ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સની પુત્રી તેમજ આર્ટિસ્ટ ચાર્લ્સ એડવર્ડ પેરુઝિનીની પત્ની અને આર્ટિસ્ટ કેટ પેરુઝિની છે. ચાર્લ્સ પેરુઝિનીએ તેની પત્નીનાં અસંખ્ય પેઇન્ટિંગ બનાવ્યાં હતાં, જે તેની સુંદરતા માટે ઘણી પ્રચલિત હતી. તેની પત્નીના આ મોહક રૂપને તાજ સાથે સરખાવીને આર્ટિસ્ટ ચાર્લ્સ પેરુઝિનીએ આ પેઇન્ટિંગનું નામ કોરોના રાખ્યું હતું. તેમ કલા સંરક્ષક ચંદ્રશેખર પાટીલે જણાવ્યું હતું.

મ્યુઝિયમમાં મહારાજાએ સંગ્રહિત 210 ઓઇલ પેઇન્ટિંગ છે
ઐતિહાસિક બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર આર્ટ ગેલેરીમાં કરોડો રૂપિયાની કલાકૃતિઓનો ખજાનો છે, જેમાં પિક્ચર ગેલેરીમાં મહારાજા સાયાજીરાવ દ્વારા સંગ્રહ કરવામાં આવેલાં 210 યુરોપિયન ઓઇલ પેઇન્ટિંગ છે. આ કલેક્શન સાઉથ ઇસ્ટ એશિયાનું સૌથી મોટું કલેક્શન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post