• Home
  • News
  • 15 દિવસ ટ્રેનિંગ, બોર્ડર પર ડ્યુટી, 4 મહિનાનો પગાર... નકલી કર્નલે કરાવી આર્મીમાં Fake ભરતી
post

રાહુલે પોતાના ઓળખીતા રાજા સાથે સંપર્ક કરીને મનોજને 15 દિવસની ટ્રેનિંગ અપાવી

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-23 18:57:01

નવી દિલ્હી: ઈન્ડિયન આર્મીમાં નોકરીના નામે ઠગીના મામલા ઘણીવાર સામે આવતા રહે છે. યુવાનોને ફસાવીને તેમની પાસેથી લાખોની ઠગી કરે છે. તાજેતરનો મામલો ઉત્તર પ્રદેશના મેરઠનો છે, જ્યાં એક ઠગીએ આર્મીમાં નોકરીના નામે 16 લાખ રૂપિયા ઠગી લીધા.

મહત્વનું છેકે આ ઠગી બીજુ કોઈ નહીં પરંતુ સેનાનો સિપાહી નીકળ્યો. આરોપી સિપાહીએ કર્નલ બનીને યુવકને નકલી નોકરી અપાવી. હદ તો ત્યારે થઈ જ્યારે કાનપુર ટેરીટોરિયલમાં 15 દિવસની ટ્રેનિંગ પણ કરાવી દીધી. જે બાદ પઠાનકોટમાં આર્મીના મેસમાં ભોજન બનાવડાવ્યુ અને બોર્ડર પર ડ્યુટી પણ કરાવડાવી. એટલુ જ નહીં વેતન તરીકે 4 મહિના સુધી 12 હજાર રૂપિયા તેમના એકાઉન્ટમાં નાખવામાં આવ્યા. 

જાણકારી અનુસાર આરોપી સિપાહીનું નામ રાહુલ છે. રાહુલે મેરઠના બે યુવકો મનોજ અને તેમના ભાઈની આર્મીમાં નોકરી લગાડવાનું વચન આપ્યુ. રાહુલે મનોજને જણાવ્યુ કે તેઓ સેનામાં કર્નલ છે. રાહુલની વાતથી પ્રભાવિત થઈને મનોજ અને તેમના ભાઈએ 16 લાખ રૂપિયા તેમને આપી દીધા. 10 લાખ રોકડા આપ્યા, જ્યારે તેઓ 6 લાખ રૂપિયા એકાઉન્ટમાં નાખવામાં આવ્યા. તે બાદ રાહુલ મનોજને નકલી એપોઈન્ટમેન્ટ લેટર આપીને કાનપુર ટેરીટોરિયલમાં લઈ ગયા.

બજારમાંથી ખરીદી સેનાની વર્દી

રાહુલે પોતાના ઓળખીતા રાજા સાથે સંપર્ક કરીને મનોજને 15 દિવસની ટ્રેનિંગ અપાવી. અહીં 15 દિવસની ટ્રેનિંગ કર્યા બાદ રાહુલ, મનોજને લઈને પઠાનકોટ ચાલ્યો ગયો. રાહુલ, મનોજને ટેરિટોરિયલ આર્મીની ઓફિસમાં પોતાની સાથે રાખવા લાગ્યા. રાહુલે મનોજને બજારમાંથી ખરીદીને સેનાની વર્દી અને આઈડી કાર્ડ આપ્યા. પોતાના પઠાનકોટ ઓફિસમાં ફોલોઅર તરીકે રાખ્યા. ત્યાંનું ભોજન પણ મનોજ બનાવવા લાગ્યા. સાથે જ ક્યારેક-ક્યારેક બોર્ડર પર સેનાના હથિયારોની સાથે ડ્યુટી પણ કરાવી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post