• Home
  • News
  • અમદાવાદના પોલીસ સ્ટેશનમાં PI,PSI સહિત 16 પોલીસ કર્મી એક સાથે સસ્પેન્ડ, કારણ જાણી ચોંકી ઉઠશો
post

શહેરના પોલીસ બેડામાં જવલ્લેજ બને તેવી ઘટના સામે આવી છે. ડીજીપી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનાં PI,PSI સહિત કુલ 16 ના સ્ટાફને એક જ ધડાકે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા પહેલાથી જ નિયમ બનાવાયો છે કે, જ્યાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની સફળ રેડ હોય ત્યાં પીએસઆઇ તે તેની નીચેના જવાબદાર સ્થાનિક પોલીસ સ્ટેશનનાં અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-16 11:58:44

અમદાવાદ : શહેરના પોલીસ બેડામાં જવલ્લેજ બને તેવી ઘટના સામે આવી છે. ડીજીપી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનાં PI,PSI સહિત કુલ 16 ના સ્ટાફને એક જ ધડાકે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા પહેલાથી જ નિયમ બનાવાયો છે કે, જ્યાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની સફળ રેડ હોય ત્યાં પીએસઆઇ તે તેની નીચેના જવાબદાર સ્થાનિક પોલીસ સ્ટેશનનાં અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. જો કે, મનપસંદ જીમખાના પ્રકરણમાં ખુબ જ મોટી રકમ અને મોટા પ્રમાણમાં જુગાર રમાઇ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ડીજીપી દ્વારા ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી હતી. 

જેના પગલે ડીજીપી દ્વારા PI આર.આઇ જાડેજા, ડીસ્ટાફના પીએસઆઇ કે.સી પટેલ અને 14 ડી સ્ટાફ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એક સાથે આટલું મોટુ સસ્પેંશન થતા પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઇ હતી. અત્રે નોંધનીય છે કે, દરિયાપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મનપસંદ જીમખાના નામના સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી 11 લાખથી વધારેનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 180 થી વધારે જુગારીઓ પણ ઝડપાયા હતા. 

પોલીસ દ્વારા 10.99 લાખ રોકડા, 15 વાહનો, 1 રીક્ષા, 145 મોબાઇલ, 15 ફોર વ્હીલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જીમખાનું એટલા મોટા પાયે ચાલતું હતું કે, ત્યાં 8 મકાન ભાડે રાખીને જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. પોલીસ ન આવી પહોંચે તે માટે 16 જેટલા સીસીટીવી પણ લગાવાયા હતા. આ સમગ્ર પ્રકરણ સામે આવતા ચકચાર મચી હતી. અમદાવાદનાં અત્યંત ધમધમતા વિસ્તારમાં આ પ્રકારનું જુગારખાનું ચાલતું હોય તેવું પણ કોઇ વિચારી ન શકે તેવામાં પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા હતા. જેના કારણે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવા માટે પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરાઇ હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post