• Home
  • News
  • બ્રાઝિલમાં એક દિવસમાં 1641 લોકોનાં મોત, વેક્સિનેશનમાં ઇઝરાયેલની મદદ લેશે ડેનમાર્ક અને ઓસ્ટ્રિયા
post

વિશ્વમાં અત્યારસુધીમાં 11.52 કરોડથી વધુ સંક્રમિત, 25.59 લાખ લોકોનાં મોત થયાં, 9.10 કરોડ સ્વસ્થ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 11:27:41

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 11.52 કરોડથી વધુ થયો છે. 9 કરોડ 10 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધીમાં 25 લાખ 59 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

બ્રાઝિલમાં જુલાઈ પછી સૌથી વધુ મોત
બ્રાઝિલની હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા મંગળવારે રાતે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સોમવારે અને મંગળવારની વચ્ચે અહીં કુલ 1641 સંક્રમિતોનાં મોત થયાં છે. અહીં જુલાઈ 2020 પછી એક દિવસમાં સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સૌથી વધુ છે. 19 જુલાઈએ અહીં એક જ દિવસમાં 1595 લોકોનાં મોત થયાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ, વધતા સંક્રમણ અને મોતને કારણે દેશની હોસ્પિટલ સિસ્ટમ ખોરવાઈ ગઈ છે અને સરકારની સામે સૌથી મોટો પડકાર આ સ્થિતિને સંભાળવાની છે.

અમેરિકામાં દરેક વયસ્કને વેક્સિન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે મેં સુધીમાં દેશમાં એટલી વેક્સિન હશે કે દરેક વયસ્કને વેક્સિનેટ કરવામાં આવશે. બાઈડનનું આ નિવેદન એ રીતે મહત્ત્વનું છે કે થોડા દિવસો પહેલાં હેલ્થ મિનિસ્ટ્રીએ એના માટે ઓગસ્ટ સુધીનો સમય નક્કી કર્યો હતો. સીડીસીએ માન્યું હતું કે ઓગસ્ટ પહેલાં બધા વયસ્કોને વેક્સિનેટ કરવા મુશ્કેલ હશે. જોકે જોહન્સન એન્ડ જોહન્સનની સિંગલ શોટ વેક્સિનને મંજૂરી મળ્યા પછી હવે માનવામાં આવી રહ્યું છે કે વેક્સિન સપ્લાઈ ઝડપથી થઈ શકશે અને જૂન સુધી પર્યાપ્ત માત્રામાં એ ઉપલબ્ધ થશે.

ઈઝરાયેલ પાસે મદદ લેશે ઓસ્ટ્રિયા અને ડેનમાર્ક
ઓસ્ટ્રિયાના ચાન્સેલર સેબેસ્ટિયન કુર્જે સ્પષ્ટ કર્યું છે કે યુરોપિયન દેશોમાં વેક્સિનેશનની ગતિ ઘણી ધીમી છે અને એને કારણે જોખમ વધી રહ્યું છે. હવે આ સમસ્યાનો સામનો કરવા માટે ડેનમાર્ક અને ઓસ્ટ્રેલિયાએ ઈઝરાયેલની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. યુરોપમાં અત્યારસુધીમાં માત્ર 7.5 ટકા વસતિને વેક્સિનેટ કરી શકાય છે. ઈઝરાયેલમાં આ આંકડો 52 ટકા, જ્યારે બ્રિટનમાં એ 31 ટકા છે. આ જ કારણે યુરોપના કેટલાક દેશ ઈઝરાયેલનું મોડલ અપનાવવા પર ફોકસ કરી રહ્યા છે. ઈઝરાેયલ સરકારે પણ ભરોસો અપાવ્યો છે કે તે આ દેશોને શકય તેટલી તમામ મદદ કરશે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યારસુધીમાં સૌથી વધુ લોકો સંક્રમિત થયા

દેશ

સંક્રમિત

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

29,370,705

529,214

19,905,322

ભારત

11,139,323

157,385

10,810,162

બ્રાઝિલ

10,647,845

257,562

9,527,173

રશિયા

4,268,215

86,896

3,838,040

UK

4,188,400

123,296

3,005,720

ફ્રાન્સ

3,760,671

86,803

258,384

સ્પેન

3,204,531

69,609

2,722,304

ઈટાલી

2,938,371

97,945

2,416,093

તુર્કી

2,711,479

28,638

2,578,181

જર્મની

2,455,569

70,924

2,255,500

 

adv

Related News

post
post
post
post
post
post
post