• Home
  • News
  • મહીસાગર તથા બાલાસિનોરમાં કોરોના બોમ્બ ફૂટ્યો
post

1 દિવસમાં જિલ્લામાં 18 પોઝિટિવ કેસ આવતા આકડો 100 ને પાર આંકડો પહોંચ્યો 112 પર

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-28 10:48:13

બાલાસિનોર, અક્ષત શાહ

બાલાસિનોર સહિત મહિસાગર જિલ્લામાં કોરોનાનુ મીટર વધી રહ્યું છે. બુધવારે એક જ દિવસમાં મહિસાગર જિલ્લામાં કોરોના 18 કેસ નોંધાતા જિલ્લાનો આંકડો 100ને પાર કરી 112 થયો છે. જેના કારણે આરોગ્ય તંત્ર પણ ચિંતિત છે. ઉલ્લેખનીય છે કે એક દિવસમાં વધેલા આંકડાને જોતા  બાલાસિનોરના 5માંથી 3 કેસ નગરપાલિકા વિસ્તારમાં છે. જ્યારે 3 કેસ વડદલા  પંચાયતના  કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના દર્દીઓનો આંકડો 112 થઈ ગયો છે. એક તરફ લોક ડાઉનનો કડક અમલ કરવા છતાં કોરોનાના કેસનું મીટર અટકવાનુ નામ પણ નથી લેતું . કેસ કંટ્રોલમાં આવતા નથી. શહેર અને જિલ્લામાં તંત્રએ લોક ડાઉન હળવું કર્યું છે. જેથી આગામી દિવસોમાં કોરોના સાથે જીવતા શીખી લેવું પડશે તે નક્કી છે.

જિલ્લાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના જે પોઝિટિવ કેસ મળી રહ્યા છે. તેનાથી આરોગ્ય તંત્રની સાથે સાથે લોકોમાં પણ ચિંતાનું મોજું છે.   જિલ્લામાં પોઝિટિવ કેસનુ મીટર સતત  ફરતું રહે છે. ૧૮ કેસ પૈકી બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં 3, ગ્રામ્ય વિસ્તારમાં 3, બીજા ખાનપુરમાં, સંતરામપુર, લુણાવાડા, વિરપુરમાં કેસ નોંધાયા છે. જેની સાથે જિલ્લાનો આંકડો 112 પર પહોંચી ગયો છે. જેમાં 46 દર્દીઓ કોરોનાને માત આપી પોતાના ઘરે પરત ફર્યા છે. જ્યારે 64 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી બાલાસિનોરની કે એસ પી હોસ્પિટલમાં 55,  ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લુણાવાડામાં 2, વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં 4, ટ્રીકલર હોસ્પિટલ વડોદરામાં 1, 1 વડોદરા ખાતે આઇસોલેશન વોર્ડમાં સારવાર  હેઠળ છે.

બાલાસિનોરમાં કોરોના પોઝિટિવ કેસો નુ મીટર સતત ચાલુ:

મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાતા બાલાસિનોર કોરોના મુક્ત તરફ પ્રયાણ કરી રહ્યું હતું. જેમાં ફક્ત 1 દિવસમાં અચાનક કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યાનો આંકડો જોતાં મહીસાગર જિલ્લાએ સદી ફટકારી છે. જેના કારણે વિસ્તાર રેડ ઝોન તરફ ધકેલાતો નજર આવી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post