• Home
  • News
  • મેક્સિકોમાં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે ગેંગવોરમાં 19 લોકોના મોત; ડ્રગ કાર્ટેલ હોવાની આશંકા
post

મેક્સિકોના પ્રમુખે કહ્યું- દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે હિંસક જૂથો એક બીજા સાથે લડી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 10:46:29

મેક્સિકો : સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાઈરસને લીધે આવી પડેલા સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે મેક્સિકો સિટીમાં ગેંગવોર ચાલુ છે. સરહદી રાજ્ય ચિહુઆહુઆમાં માદક પદાર્થોની હેરાફેરી કરનારી હરીફ ગેંગ વચ્ચે થયેલી ગોળીબારીમાં 19 લોકોના મોત થયા છે. મદેરા નજીક આવેલા ચુચુઈચુપા ગામમાં આ ગેંગવોર થઈ હતી.

હિંસામાં સંડોવાયેલા આ બન્ને જૂથો વચ્ચે માદક પદાર્થોની અમેરિકાના રુટ મારફતે હેરાફેરી કરવાના મુદ્દે અથડામણ થઈ હતી, તેમ ચિહુઆહુઆના એટર્નિ જનરલ કેસેર પેનિચે જણાવ્યું હતું.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શુક્રવારે રાત્રે ઘટના સ્થળ પર 18 મૃતદેહ મળ્યા હતા જ્યારે બે હથિયારધારી વ્યક્તિ ઈજાગ્રસ્ત સ્થિતિમાં મળ્યા હતા. આ પૈકી એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું અને બીજી વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે મેક્સિકોમાં કોરોનાના સંખ્યાબંધ કેસ નોંધાયા છે. મેક્સિકોના પ્રમુખે એન્ડ્રુઝ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોરે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઈરસના નવા કેસ સતત વધી રહ્યા છે ત્યારે ગુનાહિત પૃષ્ટભૂમિ ધરાવતા જૂથો વચ્ચે હિંસાની ઘટના બની રહી છે.મેક્સિકોમાં અત્યાર સુધીમાં આશરે 1900 કેસ નોંધાયા છે અને કોરોનાને લીધે 79 લોકોના મોત થયા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post