• Home
  • News
  • છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 198 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, 2014માં ચીન સાથે થયેલો ઇન્ડસ્ટ્રિયલ પાર્કનો કરાર ગૂંચમાં, વિધાનસભામાં સરકારનો સ્વીકાર
post

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં 2 વર્ષમાં 10 હજાર કિલોથી વધુ ગૌમાંસનો જથ્થો ઝડપાયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 11:40:17

3 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું 77મું બજેટ રજૂ થયું. ત્યારે શરુઆતમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ શરૂ થયો હતો, જેમાં સરકારે અનેક સવાલોના જવાબો આપ્યા હતા. રાજ્યમાં કાર્યરત જીઆઈડીસીમાં બંધ ઉદ્યોગોનું પ્રમાણ 923 ટકા, 229 કાર્યરત જીઆઈડીસીમાં 2114 ઉદ્યોગ બંધ હાલતમાં, નાના ઉદ્યોગો માટે સરકાર દ્વારા અપાતી પ્રોત્સાહક યોજનાઓ સામે સવાલ, તાપી અને ડાંગ જિલ્લામાં એકપણ જીઆઈડીસી કાર્યરત નથી, અમદાવાદ ખાતે 14 કાર્યરત જીઆઈડીસીમાં સૌથી વધુ 229 ઉદ્યોગો બંધ હાલતમાં હોવાનું સરકારે કબૂલ્યું હતું.


2014
માં ચીન સાથે થયેલો ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાનો કરાર ગૂંચમાં
રાજ્ય સરકારે 2014માં ચીન સાથે ઇન્ડટ્રીયલ પાર્ક બનાવવાનો કર્યો હતો કરાર, કાયદાકીય બાબતો કારણે ચીન સાથે કરેલા કરાર હાલ ગુંચવણમાં હોવાનું રાજ્ય સરકારની કબુલ્યુ. ઇન્ડટ્રીયલ પાર્ક માટે ચાઈના ડેવલપમેન્ટ બેંક દ્વારા ફંડ સામે ચાઈના એસોસિએશન ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ દ્વારા જમીન સંપાદન કરવામાં આવ્યું. સાણંદ નજીક 200 હેકટર જમીન સામે 55 હેકટર જમીન કરાઈ સંપાદન. કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ કર્યો હતો. જેનો જવાબ આપવામાં આવ્યો હતો.વિધાનસભા માં રાજ્ય સરકારે જ રજૂ કર્યા ચોંકાવનારા આંકડા. રાજ્યમાં છેલ્લા 2 વર્ષ માં 198.30 કરોડ નો વિદેશી દારૂ ઝડપાયો, 3.65 કરોડ નો દેશી દારૂ, 13.18 કરોડનો બિયર ઝડપાયો, 68.60 કરોડની કિંમતમાં અફીણ ગાંજો, ચરસ, હેરોઇન, મેફેડ્રોનનો જથ્થો પકડાયો હતો. 67 દિવસના લોકડાઉન છતાં 2019 કરતા 2020 માં વધુ દારૂ નો જથ્થો પકડાયો.

છેલ્લા 2 વર્ષમાં 10 હજાર કિલોથી વધુ ગૌમાંસનો જથ્થો ઝડપાયો
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 10 હજાર કિલોથી વધુ ગૌમાંસનો જથ્થો ઝડપાયો, અમદાવાદ જિલ્લામાં વર્ષ 2019 માં 6500 કિલો ગૌમાંસ પકડાયું, આ અંગે કુલ 274 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. અમદાવાદ જિલ્લામાં વર્ષ 2020માં 3 હજાર કિલોથી વધુ ગૌમાંસ પકડાયું. હજુ પણ 8 આરોપીઓની ધરપકડ બાકી, કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડના પ્રશ્નમાં સરકારનો લેખિત જવાબ સરકારે આપ્યો હતો.


રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોવાનું સરકારે કબૂલ્યું
રાજ્યમાં રોજની સરેરાશ 2 કરતા વધુ લૂંટ ની ઘટનાઓ, રોજ ની 3 ખૂન ની અને 30 ચોરીની ઘટનાઓ, રોજની 4 કરતા વધુ બળાત્કાર ની ઘટના બની, રોજ ની 7 અપહરણ ની તો રોજ ની 20 આત્મહત્યા ની ઘટનાઓ બની, રોજ ની 57 અપમૃત્યુ અને 37 આકસ્મિક મૃત્યુ ની ઘટનાઓ બની, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 1520 લૂંટની ઘટનાઓ બની, 1944 ખૂન ની, 370 ધાડ ની, 21995 ચોરીની ઘટનાઓ બની, છેલ્લા બે વર્ષમાં 3095 બળાત્કારની તો 4829 અપહરણની ઘટનાઓ બની, આત્મહત્યા ના 14410, ઘરફોડ ના 6190, રાયોટિંગ ના 2589 બનાવો બન્યા, આકસ્મિક મૃત્યુ ના 27148, અપમૃત્યુ ના 41493 બનાવો નોંધાયા, રાજ્યમાં ખૂન ની કોશિશના 18523 ઘટનાઓ નોંધાઇ, પોલિસ વિભાગે તમામ ઘટનાઓમાં માત્ર 4043 આરોપીઓની ધરપકડ કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post