થોડા દિવસો પહેલાં જ બિલ્ડિંગની બાલ્કનીનો ભાગ પડી ગયો હતો
મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈમાં
એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. મુંબઈમાં થયેલા ભારે વરસાદ બાદ નવી મુંબઈના
શાહબાઝ ગામમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.
બિલ્ડિંગ ધરાશાયી થવાથી અનેક લોકો દટાયા હતા. જેમાંથી ઘણાંને બચાવી લેવાયા છે.
જ્યારે 2 લોકોનાં મોત થયા છે. 1 વ્યક્તિના શબને બહાર કાઢવામાં આવ્યું છે જ્યારે બીજાના માત્ર બોડી પાર્ટ્સ
મળ્યા છે. બિલ્ડિંગમાં કુલ 24 પરિવાર રહેતા હતા. પોલીસ, ફાયરબ્રિગેડ અને NDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી
હતી. બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. જેસીબીને પણ ઘટનાસ્થળે બોલાવીને કાટમાળ
હટાવવામાં આવી રહ્યો છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કમિશનર કૈલાસ શિંદેએ જણાવ્યું હતું કે "આ ઈમારત આજે
સવારે 5 વાગ્યા પહેલાં ધરાશાયી થઈ હતી.
આ ગ્રાઉન્ડ 3 માળની ઈમારત છે, જે સેક્ટર-19, શાહબાઝ ગામમાં છે. એ 3 માળની ઈમારત હતી. 52 લોકો સુરક્ષિત રીતે બહાર આવ્યા
હતા અને કાટમાળ નીચે ફસાયેલા 2 લોકોનાં મોત થયા છે. આ 10 વર્ષ જૂની ઈમારત છે, તપાસ ચાલી રહી છે, જે પણ દોષિત ઠરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે
થોડા દિવસો પહેલાં જ બિલ્ડિંગની બાલ્કનીનો ભાગ પડી ગયો હતો
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાન્ટ રોડ
વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું
હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન નજીક આવેલી
ચાર માળની ઇમારત રુબિનિસા મંઝિલમાં સવારે 11:00
વાગ્યે બની હતી. મુંબઈ ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર, બીજા ને ત્રીજા માળની બાલ્કની
તથા સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો અને કેટલાક ભાગ જોખમી રીતે લટકી ગયા હતા.