• Home
  • News
  • વુહાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા એરફોર્સનું C-17 પ્લેન 20 ફેબ્રુઆરીએ જશે, ચીનમાં અત્યાર સુધી 1868ના મોત
post

ભારતીય સેનાના સૂત્રો પ્રમાણે વુહાન જે પ્લેન જશે તેમાં વાઈરસથી પ્રભાવિત નાગરિકો માટે દવાઓ અને મેડિકલની ઉપકરણો હશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 09:13:35

નવી દિલ્હી: ચીનના કોરોના વાયરસથી પ્રભાવિત વુહાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે 20 ફેબ્રુઆરીએ એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન વુહાન જશે. ન્યૂઝ એજન્સીએ સેનાના સૂત્રોના હવાલાથી આ માહિતી મંગળવારે આપી હતી. આ વિમાનમાં કોરોના વાઈરસથી પ્રભાવિત નાગરિકો માટે દવાઓ અને મેડિકલ ઉપકરણો હશે.

બીજી તરફ જાપાનના યોકોહામા પોર્ટ પર અટકાવવામાં આવેલા ડાયમંડ પ્રિન્સેજ શિપ પર વધુ બે ભારતીયોમાં કોરોના વાઈરસનું સંક્રમણ જોવા મળ્યુ છે. જાપાન સ્થિત ભારતીય દુતાવાસે સોમવારે કહ્યું હતું કે અગાઉ ચાર ભારતીયોમાં કોરોના વાઈરસ સંક્રમણ જોવા મળ્યું હતું. આ લોકોના આરોગ્યની સ્થિતિમાં હવે સુધારો થઈ રહ્યો છે. જહાજ પર કુલ 454 લોકો કોરોનાથી સંક્રમિત છે. બન્ને ભારતીય ક્રુ મેમ્બર્સના સભ્ય સહિત તમામને ઈલાજ માટે ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. ચીનમાં અત્યાર સુધીમાં 1870 લોકોના મોત થયા છે અને 72 ,436 કેસ નોંધાયા છે.


ભારતીય દુતાવાસે કહ્યું છે કે શિપ પર 6 ભારતીય સંક્રમિત છે. જહાજ પર કુલ 138 ભારતીય છે. તેમાંથી 132 ક્રુ અને 6 યાત્રી છે. તમામ ભારતીયોના ઈલાજ અને સારી તબિબિ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જાપાન સરકાર સાથે વાતચીત કરવામા આવી રહી છે. ટોકયોમાં ભારતીય દુતાવાસ સતત શિપ પર ઉપલબ્ધ ભારતીય નાગરિકોના સંપર્કમાં છે.

હુબેઈમાં એક દિવસમાં 93 લોકોના મોત

ચીનના આરોગ્ય અધિકારીઓએ મંગળવારે કહ્યું હતું કે ચીનમાં એક જ દિવસમાં 1886 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 98 લોકોના મોત થયા છે. હુબેઈમાં એક દિવસમાં 93 લોકોના મોત થયા છે.હેનાન પ્રાંતમાં વધુ 3 અને હુબેઈ તથા હુનાનમાં 1-1 યુવકનું મોત થયું છે.

મહારાષ્ટ્રમાં 64 શંકાસ્પદ કેસ સામે આવ્યા

મહારાષ્ટ્રના આરોગ્ય અધિકારીઓએ સોમવારે કહ્યું હતું કે રાજ્યમાં કોરોના વાઈરસના 64 શંકાસ્પદ કેસમાંથી 60 લોકોનો તપાસ અહેવાલ નેગેટીવ આવ્યો છે. ચાર વ્યક્તિના રિપોર્ટ આવવાના બાકી છે. તેમાંથી 59 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પાંચ યુવાકોને હજુ પણ મુંબઈ અને સાંગલીની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

18, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વિમાની મથક પર 38,131 યાત્રીની તપાસ

મહારાષ્ટ્રના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરના અંત ભાગથી ચીનથી આવી રહેલા તમામ યાત્રીઓની મુંબઈ એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. આરોગ્ય અધિકારીઓએ 18 જાન્યુઆરીથી વિમાની મથક પર સાવચેતીના પગલાંરૂપે 38,131 યાત્રીની તપાસ કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઈરસના કેસ સામે આવ્યા નથી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post