• Home
  • News
  • ભારતીય અને ચીની આર્મી વચ્ચે ફરી ઝપાઝપીમાં ચીનના 20 સૈનિકો અને ભારતના 4 સૈનિકો ઘાયલ, સિક્કિમમાં ભારતીય સૈનિકોએ રોક્યા
post

ભારતીય વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘુસવાનો પ્રયત્ન કરતાં હાલ અહીંનું વાતાવરણ તણાવપૂર્ણ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 11:17:12

પૂર્વ લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC) પર ફરી તણાવ દરમિયાન સિક્કિમમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ છે. માનવામાં આવે છે કે, ત્રણ દિવસ પહેલા સિક્કિમના કૂલામાં ચીની સેનાએ LACની હાલની સ્થિતિને બદલવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમના અમુક સૈનિકો ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોક્યા હતા. આ દરમિયાન ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં ભારતના 4 અને ચીનના 20 જવાનો ઘાયલ થયા છે. જોકે હાલ સ્થિતિ તણાવપૂર્ણ છતાં સ્થિર માનવામાં આવે છે. ભારતીય સેનાના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, ભારતીય ક્ષેત્રની સાથે સાથે દરેક પોઈન્ટ પર વાતાવરણની સ્થિતિ ખરાબ હોવા છચાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.

બંને દેશો વચ્ચે 15 કલાક બેઠક ચાલી
ભારતીય વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘુસવાનો પ્રયત્ન કરતાં હાલ અહીંનું વાતાવરણ તણાવપૂર્ણ છે. આ તણાવને ઓછો કરવા માટે પૂર્વી લદ્દાખના મોલ્ડોમાં ભારત અને ચીની સૈન્ય અધિકારીઓ વચ્ચે ગઈ કાલે 9માં તબક્કાની બેઠક થઈ હતી. અંદાજે 15 કલાક બેઠક ચાલી હતી અને તેમાં કોઈ નિર્ણય આવ્યો નહતો. આ બેઠકમાં ભારતે LAC પર તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post