• Home
  • News
  • બ્રાઝિલમાં કોવિડ-19 વેક્સિનની ટ્રાયલમાં એક વોલન્ટિયરનું મૃત્યુ નીપજ્યું, ન્યૂ ઝીલેન્ડમાં 25 નવા કેસ સામે આવ્યા, વિશ્વમાં કુલ 4.10 કરોડ કેસ
post

વિશ્વમાં સંક્રમિતોનો આંકડો 4 કરોડને પાર, સાજા થયેલા દર્દીની સંખ્યા 3 કરોડથી વધારે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-22 10:21:50

વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4.10 કરોડને પાર થઈ ગયો છે. 3 કરોડ 6 લાખ 18 હજાર 927 દર્દી સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં કુલ 11.28 લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. તાજેતરમાં જ ચૂંટણી જીતીને પ્રધાનમંત્રી બનેલા જેસિંડા આર્ડર્ન માટે મુશ્કેલી વધારે એવી માહિતી સામે આવી છે. ન્યૂ ઝીલેન્ડમાં 25 નવા કેસ સામે આવ્યા છે. બીજી બાજુ, અમેરિકામાં પણ એવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે કે અહીં મૃત્યુની સંખ્યા બમણી, એટલે કે આશરે ચાર લાખ થઈ શકે છે.

બ્રાઝિલમાં કોવિડ-19ની ટ્રાયલમાં એક વોલન્ટિયરનું મૃત્યુ
બ્રાઝિલના હેલ્થ સત્તાવાળા અનવિસાએ કહ્યું હતું કે બુધવારે કોવિડ-19ની ક્લિનિકલ ટ્રાયલમાં એક વોલન્ટિયરનું મૃત્યુ થયું છે. આ વેક્સિન એસ્ટ્રાઝેનેકા એઝેડએન.એલ તથા ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી છે. આ સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વેક્સિનને લગતી ટ્રાયલ આગળ ચાલુ રાખવામાં આવશે.

ન્યૂ ઝીલેન્ડમાં લાંબા સમય બાદ ફરી આટલી સંખ્યામાં કેસ આવ્યા
ન્યૂ ઝીલેન્ડના હેલ્થ મિનિસ્ટ્રીએ બુધવારે 25 નવા કેસ મળ્યાની પૃષ્ટિ કરી છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે કેટલાંક સપ્તાહો બાદ આટલી સંખ્યામાં એકસાથે કેસ આવ્યા છે. આ પૈકી બે કેસ કમ્યુનિટી ટ્રાન્સમિશનના છે. આ ઉપરાંત તમામ કેસ આઈસોલેશનને લગતા હતા. સંક્રમિત જણાયેલા લોકો પૈકી 18 લોકો રશિયા અને યુક્રેનના છે. તેઓ તાજેતરમાં જ માછલી ઉછેરને લગતા કામકાજ માટે ન્યૂ ઝીલેન્ડમાં પહોંચ્યા હતા. તેમને એક હોટલમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. ન્યૂ ઝીલેન્ડના ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ એશ્લે બ્લુમફિલ્ડ પણ પોઝિટિવ આવ્યા છે. તેઓ રશિયા જવાના હતા, પણ હવે તેમની યાત્રા રદ કરી દેવામાં આવી છે.

અમેરિકામાં ચિંતાનો માહોલ
સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19થી મૃત્યુ પામનારાનો જો આંકડો જાહેર કરવામાં આવ્યો છે, એ બમણો હોઈ શકે છે. CDCએ એને એક્સેસ ડેથ કેટેગરીમાં રાખ્યો છે. એ માટે કોવિડની શરૂઆતના 8 મહિનાના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. CDCએ ત્રણ આંકડાને ભેગા કરીને આ ડેટા તૈયાર કર્યો છે. કોઈપણ પ્રકારની બીમારીથી મૃત્યુ, અમેરિકામાં થતા કોવિડ-19થી થતાં મૃત્યુની આશંકા દર્શાવી છે. આ એવા આંકડા છે કે જે વર્તમાન સમયમાં રજૂ કરવામાં આવેલા આંકડાથી અલગ છે.

પેક્ડ ફૂડમાં વાઇરસ
ચીનમાં પેક્ડ ફ્રોઝન ફૂડના પેકેટ પર કોવિડ-19 વાઇરસ મળ્યા છે. એનો અર્થ એવો થાય છે કે કોરોના વાઇરસ કોલ્ડ સપ્લાઇ ચેઈન્સમાં જીવિત રહી શકે છે. ચીન માટે આ એક માઠા સમાચાર છે. શનિવારે સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ એક નિવેદનમાં કહ્યું હતું કે ક્વિનદાઓ પ્રાંતના એક સ્ટોરમાં ફ્રોઝન ફૂડમાં વાઇરસ જોવા મળ્યા છે. રિસર્ચરને આશંકા છે કે આ વાઇરસ આ શહેરના એક ક્લસ્ટરથી ત્યાં પહોંચ્યા છે. આ અગાઉ કરવામાં આવેલા અભ્યાસમાં વાઇરસ જીવિત નહીં હોવાના પુરાવા મળ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post