• Home
  • News
  • દિવ્યા ભારતીના નિધનને 27 વર્ષ થયા, સાજીદ નડિયાદવાલાની પત્નીએ કહ્યું, તે મારા જીવનનો હિસ્સો છે
post

સાજીદની પત્નીએ કહ્યું, મારા સંતાનો દિવ્યા ભારતીને મોટી મમ્મી કહે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-25 11:24:53

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા ભારતીના નિધનને આજે તો 27 વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ તેમ છતાંય પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલાની પત્ની વરદા નડિયાદવાલાને ટ્રોલ કરવામાં આવે છે. હાલમાં જ એક અંગ્રેજી એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલના લાઈવ ચેટ શો દરમિયાન વરદાએ દિવ્યા ભારતી અંગે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે દિવ્યા ભારતી તથા સાજીદ નડિયાદવાલાએ લગ્ન કર્યાં હતાં. એ રીતે દિવ્યા ભારતી પ્રોડ્યૂસર સાજીદની પૂર્વ પત્ની છે. વરદાએ કહ્યું હતું કે તેમના જીવનમાં દિવ્યા જોડાયેલી છે અને તેના પરિવાર સાથે પણ તેમના ગાઢ સંબંધો છે. 

દિવ્યા ભારતીના પિતા તથા ભાઈ સાથે કેવા સંબંધો?
વરદાએ કહ્યું હતું કે તેને અવાર-નવાર દિવ્યાને લઈ સવાલ પૂછવામાં આવે છે. ઘણીવાર લોકો એમ માને છે કે તેને ટ્રોલ કરવામાં આવે છે. જોકે, દિવ્યા આજે પણ તેમના જીવનનો એક હિસ્સો છે. તેનો પરિવાર, તેના પિતા, ભાઈ કુનાલ, તેમના જ પરિવારના સભ્યો છે. તેઓ દરેક સેલિબ્રેશનમાં સાથે હોય છે. દિવ્યા ભારતીની બર્થ તથા ડેથ એનિવર્સરીમાં તેના પરિવાર સાથે તે વાત પણ કરે છે. જ્યારે તેના બાળકો દિવ્યા ભારતીની ફિલ્મ જુએ છે તો તેઓ તેને મોટી મમ્મી કહીને જ બોલાવે છે. 

સાજીદ-ભારતી પરિવાર વચ્ચેના સંબંધો
વરદાએ આ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે સાજીદ તથા ભારતી પરિવાર વચ્ચે કેવા સંબંધો છે. તેણે કહ્યું હતું કે દિવ્યા ભારતીની માતાનું અવસાન થયા બાદ સાજીદ તેના પરિવારન વધુ નિકટ રહ્યો છે. સાજીદ અને દિવ્યા ભારતીના પિતા એકબીજાથી કેટલાં નજીક છે, તેની કોઈ કલ્પના પણ કરી શકે તેમ નથી. કુનાલ અને સાજીદ જાણે કે સગા ભાઈઓ હોય તે રીતે વાત કરે છે. તેણે ક્યારેય આ બધું બદલવાનો પ્રયાસ કર્યો નથી. તેની પોતાની એક અલગ જ જગ્યા છે. યાદો હંમેશાં સુંદર હોય છે. તેથી જ તેને ટ્રોલ ના કરવામાં આવે. દિવ્યા તેના જીવનનો એક ભાગ છે. જ્યારે લોકો એમ કહે છે કે દિવ્યા ભારતી બહુ જ સારી હતી તો તે માને છે કે હા તે સારી હતી. તે તેને ઘણો જ પ્રેમ કરે છે. 

દિવ્યાનું પાંચ એપ્રિલ, 1993માં નિધન થયું હતું
ઉલ્લેખનીય છે કે માત્ર 19 વર્ષની વયે દિવ્યા ભારતીનું પાંચ એપ્રિલ, 1993ના રોજ નિધન થયું હતું. દિવ્યા ભારતી તેના ફ્લેટના પાંચમા માળની બારીમાંથી નીચે પટકાઈ હતી. દિવ્યા ભારતીએ સાજીદ સાથે લગ્ન કર્યાં હતાં. દિવ્યા ભારતી ટૂંક સમયમાં જ બોલિવૂડની સફળ એક્ટ્રેસ બની હતી. દિવ્યા ભારતીના નિધનથી ચાહકોને ઘેરો આઘાત લાગ્યો હતો. દિવ્યા ભારતીના મોતને લઈ અનેક અટકળો વહેતી થઈ હતી. જોકે, દિવ્યા ભારતીના પિતા ઓમ પ્રકાશ ભારતીએ વર્ષો પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દિવ્યા ભારતીએ ના આત્મહત્યા કરી હતી, ના તો તેની હત્યા થઈ હતી. હા, તેણે દારૂ પીધો હતો પરંતુ અડધો કલાકમાં માણસ કેટલો દારૂ પી શકે? તે ડિપ્રેશનમાં પણ નહોતી. તે બીજાને ડિપ્રેશનમાં મૂકે તેવી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post