• Home
  • News
  • સાજા થયા પછી પણ 28 દિવસનો ક્વોરન્ટિન પીરિયડ, ચીને 14 પ્લસ 14 મેનેજમેન્ટ લાગુ કર્યું
post

શાંઘાઈ, બેઈજિંગ, નાનજિંગ સહિત 10 શહેરમાં ન્યૂક્લિક એસિડ ટેસ્ટ, તેના પરિણામ 24 કલાકમાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 12:05:02

વુહાન :  ચીન કોરોના મહામારીના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ ચૂક્યું છે. અહીં કોરોનાના કેસ પણ ઓછા નોંધાણા છે અને ઓછા લોકો મોતને ભેટ્યા છે. લોકોનું ધ્યાન હવે બે વાત પર વધારે છે. પહેલા સાજા થયેલા લોકોની સ્થિતિ જાણવી. બીજી- પહેલાની સ્થિતિમાં ન આવી જઈએ તે માટે યોગ્ય ઉપાયોનો અમલ કરવો.જો કે હજુ એ વાતના પુરાવા નથી મળ્યા કે ચીન કોરોના વાઈરસથી સંપૂર્ણ પણે ઠીક તઈ ગયું છે કે નહીં.

વુહાનમાં હવે 14 પ્લસ 14 મેનેજમેન્ટનું પાલન કરાઈ રહ્યું છે. એનો અર્થ એ છે કે સાજા થયેલા દર્દીને પહેલા મેડીકલ સેન્ટરમાં 14 દિવસ માટે ક્વોરન્ટિન કરાય છે. પછી  તેના રિપોર્ટ નેગેટિવ આવે તો તેને ઘરમાં 14 દિવસ ક્વોરન્ટિન રખાય છે. ચીનની સ્ટેટ કાઉન્સિલે આની પુષ્ટિ કરી છે.

કોરોનાથી સાજા થયેલા યુવકના ફેફસા નબળા પડ્યા
વુહાનમાં રહેતા 25 વર્ષના યુવકે કહ્યું કે તે હવે કોરોના સંક્રમણથી સાજો થઈ ગયો છે, પરંતુ તેના ફેફસા નબળા પડી ગયા છે.  ફેફસાને મજબૂત થવામાં લાંબો સમય લાગશે. યુવક જાન્યુઆરીના અંતમાં કોરોના સંક્રમણનો ભોગ બન્યો હતો. ફેબ્રુઆરીમાં તે સાજો થયો હતો. તેણે કહ્યુ કે બીજીવાર કોરોના સંક્રમણનું જોખમ સતત રહે છે. મે ન્યુક્લિક એસિડ ટેસ્ટ એકથી વધારેવાર કર્યો છે. તેનાથી પણ નુકસાન ન થાય તેનો ડર રહે છે. ડોક્ટરે મને ફેફસાની બીમારી માટે આપવામાં આવતી રુટીન દવા આપી છે. હોસ્પિટલમાં રજા બાદ હું ઘરમાં 14 દિવસ ક્વોરન્ટિન રહ્યો હતો.

ચીનના 10 શહેરમાં ન્યૂક્લિક એસિડ ટેસ્ટ થઈ રહ્યા છે
શાંઘાઈ, બેઈજિંગ, નાનજિંગ સહિત 10 શહેરમાં ન્યૂક્લિક એસિડ ટેસ્ટ કરાઈ છે. શાંઘાઈમાં તેની શરૂઆત થઈ હતી. અહીં તેને ફરજીયાત કરાયો છે. શાંગાઈ સ્વાસ્થ્ય વિભાગ મુજબ તેમા વ્યક્તિના ગળામાંથી સેમ્પલ લેવાઈ છે. 24 કલાકમાં આ ટેસ્ટનું પરિણામ આવી જાય છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post