• Home
  • News
  • 22 વર્ષમાં 29 પક્ષે NDA છોડ્યું; અકાલી દળ એક માત્ર સાથી પક્ષ, જે પહેલા દિવસથી ભાજપની સાથે, હવે ખેડૂતો માટે છેડો ફાડી શકે છે
post

NDAની રચના 1998માં અડવાણીએ કરી હતી, અટલ બિહારી વાજપેઈ પહેલા ચેરમેન હતા, હાલમાં અમિત શાહ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-19 16:11:11

ખેડૂતોના મુદ્દે NDAના સૌથી જૂના સાથી શિરોમણિ અકાલી દળે પોતાની આક્રોશપૂર્ણ પ્રતિક્રિયા બતાવી છે. NDA સરકારમાં અકાલી દળના એક માત્ર કેબિનેટ મંત્રી હરસિમરત કૌરે રાજીનામું આપી દીધું છે. આગામી સમયમાં અકાલી દળ NDAનો હિસ્સો રહેશે કે નહીં? આ અંગે પાર્ટીના પ્રમુખ સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે તેનો નિર્ણય પછી લેવામાં આવશે.

અકાલી દળ જો NDAનો સાથે છોડે છે તો આ સૌથી જૂનો અને એક માત્ર સાથી પક્ષ હશે, જે બહાર નીકળે જશે. NDA બન્યું તેને 22 વર્ષ થયા છે. આ 22 વર્ષમાં 29 પક્ષોએ NDA સાથે છેડો ફાડ્યો છે. NDAના ફાઉન્ડેશનના સભ્યો પણ છે. હવે માત્ર પ્રકાશ સિંહ બાદલની અકાલી દળ જ છે. હાલમાં NDAમાં 26 પક્ષ છે.

તો જાણીએ અટલ બિહારી વાજપેઈ તથા લાલ કૃષ્ણ અડવાણીએ NDA બનાવ્યું ત્યારથી લઈ અકાલી નેતા હરસમિરત કૌરનું રાજીનામું પડ્યું ત્યાં સુધીની પૂરી વાત. જાણીએ કે બે દાયકામાં NDA કેટલું મજબૂત બન્યું અને કેટલું નબળું? કોણ આવ્યું અને કોણ ગયું?

NDA શું છે?
NDA
નો અર્થ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન છે. આ ગઠબંધન 1998માં બનાવવામાં આવ્યું હતું. આ ગઠબંધનના જોરે ભાજપે 1998થી 2004 સુધી કેન્દ્રમાં અટલ બિહારી વાજપેઈની સરકાર બનાવી હતી. NDAના ઘટક દળો અત્યાર સુધી 6 લોકસભા ચૂંટણી લડ્યાં છે.

NDAને કોણે બનાવ્યું હતું?
NDA
ના સંસ્થાપક લાલ કૃષ્ણ અડવાણી તથા અટલ બિહારી વાજપેઈ રહ્યા હતા. NDAના પહેલા ચેરમેન અટલ બિહારી વાજપેઈ હતા. 2004થી 2012 સુધી અડવાણી ચેરમેન હતા. NDAમાં બીજું મહત્ત્વનું પદ કન્વીનરનું છે. જ્યોર્જ ફર્નાન્ડિઝ પહેલાં કન્વીનર હતા. હાલમાં અમિત શાહ ચેરમેન છે અને કન્વીનરની જગ્યા ખાલી છે.

કયા પક્ષોએ સાથે મળીને NDAની રચના કરી હતી?
1998
માં લાલ કૃષ્ણ અડવાણી તથા અટલ બિહારી વાજપેઈ જ્યારે NDA બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિઝની સમતા પાર્ટી, જયલલિતાની અન્નાદ્રમુક, પ્રકાશ સિંહ બાદલની અકાલી દળ, બાલા સાહેબ ઠાકરેની શિવસેના સૌ પહેલા જોડાયા હતા. ચંદ્રબાબુ નાયડુની TDPએ બહારથી ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો.

 

2014માં સામાન્ય ચૂંટણીમાં NDAની સ્થિતિ કેવી હતી?
2013
માં ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા ત્યારે 29 પક્ષો NDAમાં હતા. સામાન્ય ચૂંટણીમાં ભાજપે એકલે હાથે 282 સીટ જીતી હતી અને NDAના અન્ય 11 સાથી 54 બેઠક જીત્યા હતા. ચૂંટણી બાદ અનેક દળ NDAમાં આવ્યા પરંતુ મોદી વડાપ્રાધન બન્યા ત્યારબાદ પાંચ વર્ષમાં 16 પક્ષો NDAએ છોડીને જતા રહ્યા હતા.

2019ની સામાન્ય ચૂંટણીમાં NDAની સ્થિતિ શું હતી?
સામાન્ય ચૂંટણી પહેલા ભાજપે દાવો કર્યો હતો કે NDAમાં AIADMK, શિવસેના, JDU, LJP, અકાલી દળ, અપના દળ, PMK, RPIA, બોડો લેન્ડ પિપલ્સ ફ્રન્ટ, AINR કોંગ્રેસ, નાગા પીપલ્સ ફ્રન્ટ, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ, નેશનલ પીપલ્સ પાર્ટી, મિઝો નેશનલ ફ્રન્ટ, સમાજ પક્ષ, KMDK, ઈન્ડિયા જનનાયગા કાટચી, ગોમાંતક પાર્ટી, ગોવા ફોરવર્ડ પાર્ટી, કેરળ કોંગ્રેસ નેશનલ લિસ્ટ, ભારતીય સમાજ પાર્ટી થઈને 42 દળ સામેલ છે.

2019ની સામાન્ય ચૂંટણીમાં NDAના કેટલા દળોએ ચૂંટણી લડી હતી?
2019
ની સામાન્ય ચૂંટણીમાં NDAમાં સામેલ 21 દળોએ સાથે મળીને ચૂંટણી જીતી હતી. ભાજપ સહિત 13 પક્ષ સીટ જીતવામાં સફળ રહ્યા હતા. NDAને કુલ 354 બેઠકો મળી હતી, જેમાં ભાજપને 303 તથા અન્ય દળને 51 સીટ મળી હતી.

2020માં NDAની સ્થિતિ?
2019
ની સામાન્ય ચૂંટણી બાદ મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા તથા દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી, જેમાં ત્રણ રાજ્યમાં ભાજપની હાર થઈ હતી. સામાન્ય ચૂંટણીમાં શિવસેના તથા ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યુનિયન NDAમાંથી બહાર થઈ ગયા છે. તેમના કુલ 19 સાંસદ હતા.

NDAની હાલની સ્થિતિ શું છે?
હાલમાં NDAમાં 26 પક્ષો છે, જેમાં 17 પક્ષ એવા છે, જેના લોકસભા તથા રાજ્યસભામાં સભ્ય છે. હાલમાં NDAના લોકસભામાં 336 તથા રાજ્યસભામાં 117 સભ્યો છે.

 

કેટલા રાજ્યોમાં NDAની સરકાર છે?
હાલમાં NDA ઘટક દળ 22 રાજ્યમાં છે. 18 રાજ્યમાં NDAની સરકાર છે. NDAની કેન્દ્રમાં અત્યાર સુધી 12 વર્ષ 178 દિવસની સરકાર રહી ચૂકી છે.

કેટલા દળો સાથે મળીને NDA બન્યું હતું?
NDA
ભાજપ સહિત કુલ 14 દળો સાથે મળીને બન્યું હતું, જેમાં ભાજપ, અન્નાદ્રમુક, સમતા પાર્ટી, બીજુ જનતાદળ, શિરોમણિ અકાલી દળ, રાષ્ટ્રીય તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, PMK, લોકશક્તિ MDMK, હરિયાણા વિકાસ પાર્ટી, જનતા પાર્ટી, મિજો નેશનલ ફ્રન્ટ, NTR, TDP, LP સામેલ હતા.

NDAની સંસ્થાપક પક્ષમાંથી હવે કોણ સાથે છે?
NDA
ની સંસ્થાપક પક્ષમાં ભાજપ, અકાલી દળ, અન્ના દ્રમુક, મિઝો નેશનલ ફ્રન્ટ તથા PMK સાથે છે. જોકે, આમાં અન્ના દ્રમુક તથા મિઝો નેશનલ ફ્રન્ટ અને PMK વચ્ચે NDAએ છોડીને જતા રહ્યા હતા પરંતુ હવે સાથે છે. માત્ર અકાલી દળ એક માત્ર એવો પક્ષ છે, જે પહેલા દિવસથી NDAની સાથે છે.

અકાલી દળના વિરોધ પાછળનું કારણ શું છે?

·         પંજાબમાં ખેડૂતો શિરોમણિ અકાલી દળ માટે મહત્ત્વના છે. આથી જ આંદોલનની શરૂઆતમાં અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે કહ્યું હતું, 'તમામ અકાલી ખેડૂત છે અને દરેક ખેડૂત અકાલી છે.'

·         પંજાબના તમામ ખેડૂત યુનિયનો પોતાના મતભેદને એક બાજુ રાખીને કેન્દ્ર સરકારના આ ત્રણ બિલનો વિરોધ કરે છે. માલ્વા બેલ્ટના ખેડૂતોએ ચેતવણી આપી છે કે જે પણ નેતા આ બિલનું સમર્થન કરશે, તેમને ગામમાં આવવા નહીં દઈએ.

·         એક રાજકીય કારણ છે, અકાલી દળ પંજાબમાં હાલમાં સાઈડ પર છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 117 બેઠકમાં અકાલી દળને માત્ર 15 બેઠક મળી હતી. 2017 પહેલા અકાલી દળે રાજ્યમાં સતત બે-વાર સરકાર બનાવી હતી.

·         રાજકિય એક્સપર્ટે કહ્યું હતું કે અકાલી દળ રાજ્યમાં ફરીવાર પોતાની વોટ બેંકને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. બે વર્ષ બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટમી છે. હરસિમરતનું રાજીનામું પણ આ જ કારણે છે. આથી જ ભવિષ્યમાં અકાલી દળ NDAનો સાથ છોડી શકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post