• Home
  • News
  • મક્કા મદીનામાં મોટેલો- ટેન્ટ ભાડે રાખવાની સ્કીમથી 3.44 કરોડની છેતરપિંડી
post

વલસાડ શહેરના 23 લોકોએ ઊંચા વળતરની લાલચે યોજનામાં રોકેલા રૂપિયા ડૂબી ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 11:10:53

સુરતઃ વલસાડના મોટા તાઇવાડમાં મુસ્લિમ પરિવારે તેના સાગરીતોની સાથે મળીને લોકોને મક્કા મદીનામાં મોટેલો, મદીનામાં ટેન્ટ ભાડે રાખી હજ ચાલુ થાય ત્યારે ડબલ ભાડું મળશે. મુંબઈ હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં કન્ટ્રક્શનના ધંધા સાથે જોડાયેલી કંપનીની ખોટી લોભામણી સ્કીમો બતાવી વલસાડ શહરેના 23થી વધારે લોકોના મળીને કુલ 3.44 કરોડની ઠગાઈની ફરિયાદ સીટી પોલીસ મથકે નોંધાઈ હતી.


લોભામણી લાલચો આપીને ચૂનો ચોપડ્યો

વલસાડના મોટા તાઇવાડ મસ્જિદ પાસે રહેતા 44 વર્ષીય સાદ્દીકમહમદ નજમલહુશેન ઈસબના ઘરની નજીકમાં રહેતી ઝેબા મુબારક અબ્દુલ સાથીયાએ તેમને 3 વર્ષ પહેલા જણાવ્યું હતું કે, તેમની મક્કા મદીનામાં મોટેલો અને મુંબઈ હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં કન્ટ્રક્શનનો વ્યવસાય કરતી કંપનીઓ સાથે તેમનો વ્યવહાર ચાલે છે. તેમજ મક્કા મદીનામાં ટેન્ટ ભાડે રાખે છે. હજના સમયે ડબલ ભાડું વસૂલી કમાણી કરે છે. તમારે રોકાણ કરવું હોય તો રૂપિયા એક લાખથી રોકાણ કરી શકો છો. તમને માત્ર 3 માસમાં 90 હજાર કમાવવા મળશે જેવી લોભામણી લાલચો આપીને વલસાડના 23થી વધારે લોકોને ચૂનો ચોપડ્યો હતો.


ઇંગ્લેન્ડ ભાગી ગયા હોવાની ચર્ચા

ઠગાઈ કરવામાં ઝેબ મુબારક અબ્દુલ સાથીયા, પતિ મુબારક અબ્દુલ સાથીયા, પિતા મુસ્તાકમામુદ નવલા, ભાઈ તોસીફ મુસ્તાક નવલા, મુબારક અબ્દુલ લતીફ સાથિયા, અમીન અબ્દુલરહીમ મનીઆર, ઉસ્માન આસિફ નવલા અને આસિફ માહમૂદ નવલા એક બીજાની મદદગારીથી વલસાડના 23થી વધારે લોકો પાસેથી 3.44કરોડ રૂપિયા રોકાણ કરવાંના નામે લીધા હતા. તા. 30-11-2017 પછી ઝેબા તેનો પતિ મુબારક તથા પિતા મુસ્તાકભાઈ તથા ભાઈ તોસીફ જોવા મળ્યા નથી. તેઓ ઇંગ્લેન્ડ ભાગી ગયા હોવાની વાતો જાણવા મળી રહી છે. લોકોને લોભામણીવાળી સ્કીમો બતાવી લોકોના રૂપિયા પરત આપતા સાદ્દીક મહમદ ઈસબે વલસાડ સીટી પોલીસ મથકે ઝેબા સાથિયા અને તેના સાગરીતો લોકોને લોભામણી સ્કીમો બતાવી વિશ્વાસમાં લઈને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.


સ્કીમો બતાવી લોકોની સાથે વિશ્વાસઘાત

આવી મંદીમાં લોકોને એક લાખના રોકાણ સામે 90 હજાર કમાવવાની લોભામણી સ્કીમો બતાવી હતી. અમારા જેવા લોકોએ જમા કરેલી રકમ તેમની સ્કીમમાં ઈન્વેસ્ટ કરી દીધા હતા. જયારે રૂપિયા પરત માગતા બહાના બતાવ્યા હતા. રૂપિયાની માંગણી કરતા તે એક ચેક આપી દેતા હતા. ચેક જમા કરવાના સમયે બહાના બતાવ્યા. - સોહમ રાઠોડ, ભોગ બનનાર


રૂપિયા પરત માંગતા ફોન બંધ કરી દેવાયા

મક્કા મદીનામાં ટેન્ટ ભાડે રાખીને કમાવવાની લોભામણી સ્કીમ બતાવી હતી. મે મારી જમા કરેલી રકમ આવી મંદીના સમયે ઝેબાએ બતાવેલી લોભામણી વાળી સ્કીમમાં ઈન્વેસ્ટ કરાવ્યા હતા. રૂપિયા પરત માંગતા ફોન બંધ કરીને રાખતી હતી. ઘરે જઈને રૂપિયાની માંગણી કરતા તે કોઈપણ બહાનું બનાવી દેતા હતા. - નર્મદાબેન ઠાકોર, ભોગ બનનાર

adv

Related News

post
post
post
post
post
post
post