• Home
  • News
  • 3 ફ્રેન્ચ એક્સપર્ટ ભારતીય વાયુદળની સાથે ભારતમાં જ તહેનાત કરાયા
post

એલએસી પર તંગદિલી વચ્ચે ભારતીય વાયુદળની તાકાતમાં મોટો વધારો થયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-28 09:25:59

પેરિસ: 7 ભારતીય પાઈલટને ઓક્ટોબર 2019થી ફ્રાન્સના બોન્દો મેરિનેક એરબેઝ પર ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. કુલ 15 પાઈલટને તાલીમ અપાશે. આ પાઈલટ અને ઇન્સ્ટ્રક્ટર બંને ભૂમિકા નિભાવશે. ડૈસો એવિયેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ ફ્રેન્ચ એક્સપર્ટ ભારતીય વાયુદળ માટે નિમિત્ત રૂપે કામ કરશે. કંપની આ વિમાનોના મેઇન્ટેનન્સ માટે ભારતમાં યુનિટ તૈયાર કરી રહી છે. નાગપુરમાં એપ્રિલ 2018થી વિમાનના સ્પેરપાર્ટ્સ બનાવનારી કંપની તુરગીસ ગેલાર્ડના એકમનો પાયો નખાયો હતો.

કંપનીના ડાયરેક્ટર પેટ્રીક ગેલાર્ડ કહે છે કે ડીલ થયા પછી અમે ભારતમાં કામ શરૂ કર્યું હતું. 10 ભારતીય અને 300 આંતરરાષ્ટ્રીય સપ્લાયર જરૂરી સામાન ઉપલબ્ધ કરાવશે. ડૈશોએ તેના સપ્લાય પાર્ટનર જેવા કે એમબીડીએ, થેલ્સ અને સેફરોનની શાખા પણ ભારતમાં ખોલવાનું નક્કી કર્યું છે. આ તમામ રાફેલ માટે મિસાઈલ, ઇલેક્ટ્રોનિક્સ અને જેટ એન્જિન ઉપલબ્ધ કરાવે છે.

29મીએ અંબાલા એરબેઝ પર લેન્ડ કરશે
એલએસી પર તંગદિલી વચ્ચે ભારતીય વાયુદળની તાકાતમાં મોટો વધારો થયો છે. ફ્રાન્સે 10 રાફેલ યુદ્ધ વિમાન સોંપી દીધા છે. તેમાંથી 5 વિમાને સોમવારે ભારત માટે ઉડાન શરૂ કરી હતી. આ 7000 કિમીનો પ્રવાસ પૂરો કરીને બુધવારે અંબાલા એરબેઝ પહોંચશે. સોમવારે રાત્રે વિમાન અલધફરા એરબેઝ પર ઉતર્યા હતા. તમામ 36 વિમાન 2021ના અંત સુધીમાં ભારત આવી પહોંચશે. સોમવારે વિમાનોની રવાનગી સમયે ફ્રાન્સમાં ભારતના રાજદૂત જાવેદ અશરફે કહ્યું કે લાંબા સમયથી તેની રાહ જોવાઈ રહી હતી તે રાફેલ વાયુદળ અને ભારતની સૈન્ય શક્તિને મજબૂત કરશે.

હવામાં ઇંધણ ભરાશે, એમાં એક વિમાન બે બેઠકવાળું

·         પ્રવાસ દરમિયાન હવામાં ઇંધણ ભરવાની જવાબદારી ફ્રાન્સના આર્મીની છે. યુએઈથી અંબાલા સુધી વાયુદળના રિફ્યુલર અને ફાઈટર રાફેલ સાથે રહેશે

·         6 ભારતીય પાઈલટ 5 વિમાનોને લાવી રહ્યાં છે. તેમાં એક વિમાન બે સીટવાળું છે.

·         અંબાલા એરબેઝમાં 41 વર્ષ, 2 દિવસ પછી કોઈ યુદ્ધ વિમાનનું આગમન થઈ રહ્યું છે. આ પહેલા 27 જુલાઈ 1979ના રોજ જગુઆર યુદ્ધ વિમાન આવ્યા હતા.

·         રાફેલનો બીજો બેઝ બંગાળના હાશિમારામાં હશે. તેનાથી ચીન સાથેની સંપૂર્ણ સરહદ કવર થઈ જશે.

હેમર મિસાઇલ સાથે પાંચેય રાફેલ ટૂંકમાં ઓપરેશનલ
રાફેલ પર હેમર મિસાઇલ ફિટ કરવાનું નક્કી કરાયું છે. હેમર મિસાઇલોથી સજ્જ રાફેલ યુદ્ધવિમાનોને વિના વિલંબે ઓપરેશનલ બનાવાશે. તેના ગ્રાઉન્ડ સપોર્ટ સ્ટાફ અને પાઇલટ્સની ટીમ દોઢ વર્ષથી ફ્રાન્સમાં ટ્રેનિંગ લઇ રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post