• Home
  • News
  • સુરતના 3 મિત્રોએ 45 દિવસમાં વાઈફાઈ પેનડ્રાઈવ બનાવી, ગમે ત્યાંથી ઓનલાઈન ડેટા અપલોડ કરી શકાશે
post

અક્ષર વસ્તરપરાએ સાગર કાકડિયા અને કશ્યપ સોજીત્રા સાથે મળી પેન ડ્રાઈવ પર સંશોધન કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 12:04:28

સ્કેટ કોલેજમાં અભ્યાસ કરી ચુકેલા સુરતવા વિદ્યાર્થીઓ અક્ષર વસ્તરપરાએ સાગર કાકડિયા અને કશ્યપ સોજીત્રા સાથે મળીને વાઈફાઈથી ચાલતી પેન ડ્રાઈવ તૈયાર કરી છે. આ પેનડ્રાઈવને વાઈફાઈ સાથે કનેક્ટ કરીને દેશના કોઈ પણ ખુણામાંથી ડેટાને પેનડ્રાઈવમાં અપલોડ કરી શકાય છે. જેથી તમારે ડેટા અપલોડ કરવા માટે વારંવાર પેન ડ્રાઈવ કાઢવી નહીં પડે. તેમજ ડેટા અપલોડ કરવા માટે તમારે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સ્પીડની પણ જરૂર નહીં પડે. આ પેન ડ્રાઈવ બનાવતા તેમને 45 દિવસનો સમય લાગ્યો હતો. તેમજ 1800 રૂપિયાનો ખર્ચો થયો હતો. તેમજ પાવર બેકઅપ માટે 250 mahની બેટરી પણ આપવામાં આવી છે.

ઈન્ડસ્ટ્રીયલ મશીન, પ્રિન્ટર, મિડીયા પ્લેયર, પ્રોજેક્ટર, કટરમાં પણ ઉપયોગ કરી શકાશે
અક્ષય વસ્તરપરા કહે છે કે આપણે ત્યાં સુરતમાં મોટા પાયે એમ્બ્રોડરીના કામકાજ ચાલતા હોય છે. જેમાં મશીનમાં દરરોજ પેન ડ્રાઈવ નાંખી ડિઝાઈન અપલોડ કરવાની હોય છે. એમ્બ્રોડરીના જે કારખાના હોય છે તેમાં કારીગરોને કોમ્પ્યુટર આવડતું ન હોય તે માટે પેન ડ્રાઈવ કાઢીને જાતે જ ડિઝાઈન અપલોડ કરવી પડે છે. આ બધી ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે છેલ્લા 2 મહિનાથી રિસર્ચ એન્ડ ડિઝાઈન પર કામ કરી રહ્યા હતા. જેમાં 85000 નો ખર્ચ થયો હતો. આ પેનડ્રાઈવનો ઈન્ડસ્ટ્રીલ મશીન, પ્રિન્ટર, મિડીયા પ્લેયર, પ્રોજેક્ટર, ડિજિટલ ડિસ્પ્લે, 3D પ્રિન્ટર, લેઝર કટર, લેબ ઈક્વિપમેન્ટ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

પેનડ્રાઈવમાં 250 mahની બેટરી 2 દિવસ સુધીનો પાવર બેકઅપ આપશે
ત્રણેય મિત્રોએ ભેગા મળી માર્કેટમાં મળતી સાદી પેન ડ્રાઈવ પર રિસર્ચ કરીને તેમાં ફેરફાર કર્યા છે. તેમણે બનાવેલી પેનડ્રાઈવને તેમણે Maypole નામ આપ્યું છે. જેમાં તેમેણે વાઈફાઈ ચીપ, SD કાર્ડ, કાર્ડરીડર, 250 mahની બેટરી લગાવી છે. આ બેટરીને ફુલ થતાં 30 મિનિટનો સમય લાગે છે અને બે દિવસનો પાવર બેકઅપ આપે છે. તેમજ ઈન્ટરનેટની સામાન્ય સ્પીડમાં પણ પેનડ્રાઈવમાં ડેટા અપલોડ કરી શકાશે. આ ઉપરાંત USB 2.0માં 20 MBPS અને USB 3.0માં 30 MBPSની ઝડપે ડેટા અપલોડ કરી શકાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post