• Home
  • News
  • ટોપ-10 બેટ્સમેનમાં 3 ભારતીય ખેલાડી, મંધાના 3 સ્થાનના ફાયદા સાથે ચોથા ક્રમે
post

સ્મૃતિ મંધાનાએ ટ્રાઈ સીરિઝની 5 મેચમાં 2 ફિફટી સહિત 216 રન કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 10:51:28

ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના મહિલા ટી20 રેન્કિંગમાં ચોથા નંબરે પહોંચી ગઇ છે. તાજેતરમાં ત્રિકોણીય શ્રેણીમાં મંધાનાએ 5 મેચમાં 2 અર્ધસદી સાથે 216 રન કર્યા હતા. ફાઇનલમાં તેણે 66 રન કર્યા હતા. તેણે 3 ક્રમની છલાંગ લગાવી છે. જેમિમા રોડ્રિગ્ઝ માત્ર 82 રન કરી શકી હતી અને એકેય અર્ધસદી નહોતી કરી. તે 3 ક્રમ ગગડીને 7મા નંબરે આવી ગઇ છે.

કેપ્ટન હરમનપ્રીત કૌર 9મા સ્થાને યથાવત છે. તેણે ત્રિકોણીય શ્રેણીમાં 118 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડની સૂજી બેટ્સ પ્રથમ ક્રમે છે. બોલિંગની વાત કરીએ તો લેગ સ્પિનર પૂનમ યાદવ 6 ક્રમ ગગડીને 12મા નંબરે જ્યારે અનુજા પાટિલ 11 ક્રમ ગગડીને 31મા નંબરે પહોંચી ગઇ છે. દીપ્તિ શર્મા અને રાધા યાદવ સંયુક્તપણે ચોથા ક્રમે છે.

ટોપ 5 બેટ્સમેન:

ખેલાડી

દેશ

પોઈન્ટ્સ

સૂજી બેટ્સ

ન્યૂઝીલેન્ડ

765

સોફી ડિવાઇન

ન્યૂઝીલેન્ડ

741

બેથ મૂનિ

ઓસ્ટ્રેલિયા

738

સ્મૃતિ મંધાના

ભારત

732

મેગ લેનિન્ગ

ઓસ્ટ્રેલિયા

715

ટોપ 5 બોલર:

ખેલાડી

દેશ

પોઈન્ટ્સ

મેગન સ્કટ

ઓસ્ટ્રેલિયા

746

સબરીમ ઇસ્માઇલ

દક્ષિણ આફ્રિકા

743

સોફિયા

ઇંગ્લેન્ડ

734

રાધા યાદવ

ભારત

726

દીપ્તિ શર્મા

ભારત

726

 

 

adv

Related News

post
post
post
post
post
post
post