• Home
  • News
  • વડોદરાના મચ્છીપીઠ અને સૈયદપુરામાં 3 કોરોના પોઝિટિવ કેસ આવતા 6 હજાર લોકોને હોમ ક્વોરન્ટીન કરાયા
post

વડોદરા શહેરમાં અત્યાર સુધી 12 કોરોના વાઈરસ પોઝિટિવ કેસ નોંધાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 11:39:15

વડોદરા:  વડોદરા શહેરમાં નાગરવાડાના મચ્છીપીઠ અને સૈયદપુરામાંથી 2 દિવસમાં 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા બંને વિસ્તારોને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. બંને વિસ્તારના 6 હજાર લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચનાઓ આપવામાં આવી છે. 


નાગરવાડાની ફરતે નાકાબંધી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
શહેરના નાગરવાડા વિસ્તારમાં સોમવારે પણ વધુ 2 પોઝિટીવ કેસ બહાર આવતાં તંત્ર વધુ એલર્ટ બન્યું છે. પોલીસે પણ નાગરવાડામાં તમામ એન્ટ્રી પોઇન્ટ પર સઘન નાકાબંધી કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. નાગરવાડામાં એન્ટ્રી પોઇન્ટ પર જ પોલીસ દ્વારા બોર્ડ પણ લગાવી દેવાયા છે અને પોલીસ રાઉન્ડ ધી ક્લોક સમગ્ર વિસ્તારમાં પેટ્રોલીગં કરી રહી છે. સ્થાનિક લોકોનું માસ સ્ક્રીનીંગ પણ શરુ કરાયું છે, જેમાં હેલ્થ વિભાગની સાથે પોલીસની ટીમ પણ જોડાઇ છે ત્યારે આ ટીમ સાથે ઘર્ષણ ના બનાવો ના બને તેની પણ તકેદારી રખાઇ છે. નાગરવાડાની આસપાસના વિસ્તારોમાં પણ મુકેલા બાંકડા ઉંધા કરી દેવાયા છે , જેથી લોકો ત્યાં બેસી ના રહે . આ વિસ્તારમાં ટોળાં ભેગા ના થાય અને લોકો કામ વગર  બહાર ના નિકળે તે માટે પોલીસે કવાયત શરુ કરી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post