• Home
  • News
  • લુંગી ગિડીના સપોર્ટમાં 30 દિગ્ગજ, કહ્યું- ક્રિકેટમાં જાતિવાદ સમાપ્ત નથી થયો, પૂર્વ અને વર્તમાન ખેલાડી બ્લેક લાઇવ્સ મેટરનું સમર્થન કરે
post

રંગભેદના કારણે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ પર 1970થી 1991 સુધી (21 વર્ષ) પ્રતિબંધ લાગ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 11:24:02

દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર લુંગી ગિડીએ રંગભેદ સામે ચાલી રહેલા બ્લેક લાઇવ્સ મેટર આંદોલનને ટેકો આપ્યો છે. જેના પર ટીમના કેટલાક ખેલાડીઓ જેમ કે બોએતા દિપેનાર, પેટ સિમકોક્સ અને રૂડી સ્ટેન દ્વારા તેની ટીકા કરવામાં આવી હતી. આ પછી, હાશિમ અમલા, મકાયા એન્ટિની, હર્શેલ ગિબ્સ અને વર્નોન ફિલાન્ડર સહિત 30થી વધુ ખેલાડીઓ તેના સમર્થનમાં સામે આવ્યા છે. બધાએ સ્વીકાર્યું કે ક્રિકેટમાં જાતિવાદ હજી ચાલે જ છે.

ગિડીએ કહ્યું હતું કે તમામ ભૂતપૂર્વ અને વર્તમાન દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓએ બ્લેક લાઇવ્સ મેટરને ટેકો આપવો જોઈએ. ખાસ કરીને આ દેશનો ઇતિહાસ જોયા પછી તેની સાથે ઉભા રહેવું જોઈએ. તેણે કહ્યું હતું કે રંગભેદ એક એવી વસ્તુ છે, જેને આપણે ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ, જેવી રીતે વિશ્વભરમાં લેવામાં આવી છે.

રંગભેદને કારણે દક્ષિણ આફ્રિકાએ 21 વર્ષ પ્રતિબંધ ભોગવ્યો હતો
રંગભેદનો દક્ષિણ આફ્રિકામાં લાંબો ઇતિહાસ છે. રંગભેદને કારણે, દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને 1970 થી 1991 (21 વર્ષ) દરમિયાન પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. આ પછી દેશમાં રંગભેદ વિરુદ્ધ એક મોટું આંદોલન થયું અને દરેકને સમાનતાનો અધિકાર મળ્યો. ક્રિકેટ ટીમમાં, સફેદ અને અશ્વેત ખેલાડીઓ વચ્ચેનું અંતર પણ ઓછું થયું.

ડેરેન સેમીએ પણ લુંગીને ટેકો આપ્યો છે
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન સેમીએ પણ ગિડીને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, ગિડીની ટીકા કહે છે કે રંગભેદની વિરુદ્ધ બોલવું શા માટે મહત્વપૂર્ણ છે. આપણે બધાએ રંગભેદ સામે એકસાથે ઉભા રહેવું પડશે.

અમલાએ રંગભેદની સામે ઉભા રહેવા બદલ દરેકનો આભાર માન્યો
હાશિમ અમલાએ લુંગી ગિડી અને તેના સપોર્ટમાં આવેલા તમામ ખેલાડીઓનો આભાર માન્યો હતો. તેણે ગિડી સાથે ફોટો શેર કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ પોસ્ટ કર્યો. તેણે કહ્યું કે રંગભેદ સામે એક સાથે ઉભા રહેવા બદલ દરેકનો આભાર. આજની પરિસ્થિતિમાં તેની ખૂબ જ જરૂર છે.

CSA પણ બ્લેક લાઇવ્સ મેટરને ટેકો આપી રહ્યું છે
ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA)ના કાર્યકારી CEO જેક્સ ફાલે જણાવ્યું છે કે તેમનું બોર્ડ 'બ્લેક લાઇવ્સ મેટર (BLM)' આંદોલન સાથે ઉભું છે. આ ભેદભાવ સામે લોકોને શિક્ષિત કરવા બોર્ડ તેના તમામ મંચનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે, બોર્ડની સ્થાપના જ બિન-જાતિવાદના નિયમો પર કરવામાં આવી હતી. તેમાં દરેકને સમાન અધિકાર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post