• Home
  • News
  • BIG NEWS- રૂપિયા 300 કરોડના ડ્રગ્સ સાથે મ્યાનમારના 6 લોકોની ધરપકડ, જહાજમાંથી 1160 કિલોનો જથ્થો જપ્ત
post

BIG NEWS- રૂપિયા 300 કરોડના ડ્રગ્સ સાથે મ્યાનમારના 6 લોકોની ધરપકડ, જહાજમાંથી 1160 કિલોનો જથ્થો જપ્ત

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 11:46:40


પોર્ટબ્લેર: ભારતીય કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશનમાં રૂપિયા 300 કરોડની કિંમતનું 1160 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ રાજવીરે અંદામાન-નિકોબાર ટાપુ પાસે મ્યાંનમારના એક જહાજને પકડ્યું હતું, તેની તપાસ કરતા જહાજમાં 1160 કિલોગ્રામના ડ્રગ્સના 1,160 પેકેટ મળ્યાં હતા, પ્રતિબંધિત કેટામાઇન સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 300 કરોડ રૂપિયાની આસપાસ છે, સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કોસ્ટગાર્ડ અને NCBને મોટા ઓપરેશનની કામગીરીને બિરદાવી છે.


નોંધનિય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારતમાં મોટાપાયે ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે, ગુજરાતના પોરબંદર અને કચ્છમાંથી પાકિસ્તાનથી આવી રહેલો કરોડો રૂપિયા નો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો, કેટલાક આરોપીઓની ધરપકડ કરાઇ હતી અને હવે ડ્રગ્સના વધુ એક રેકેટનો પર્દાફાશ થયો છે.


adv

Related News

post
post
post
post
post
post
post