• Home
  • News
  • અમદાવાદમાં માણસે જ માણસને બચકાં ભર્યાં હોય તેવી 32 ઘટના!
post

અમદાવાદ મ્યુનિ. બજેટમાં કોંગ્રેસે 10 વર્ષના આંકડા રજૂ કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 09:34:02

અમદાવાદ: મ્યુનિ. બજેટની રસપ્રદ ચર્ચામાં કેટલીક આંકડાની વિગતો આપતાં કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લાં 10 વર્ષમાં કૂતરાં, વાંદરા, બિલાડી, કરડવાની ઘટના વધી રહી છે. 10 વર્ષમાં માણસે માણસને બચકું ભર્યું હોય તેવી ગંભીર 32 ઘટના મ્યુનિ. ચોપડે નોંધાયેલી છે.


ખસીકરણના 9 વર્ષમાં માંડ 30 હજાર કૂતરાં જ ઓછાં થયાં
શહેરમાં 2012-13થી લઇને 2019-20 સુધીમાં 2,34,687 કૂતરાંનું ખસીકરણ કરવામાં આવ્યું છે. તેની પાછળ મ્યુનિ.ને 14.70 કરોડનો ખર્ચ થયો છે. 2011માં જ્યાં 2.10 લાખ કૂતરાં હતા આજે શહેરમાં 1.80 લાખની સંખ્યા છે. જે દર્શાવે છે કે, ખસીકરણના 9 વર્ષમાં માંડ 30 હજાર કૂતરાં જ ઓછાં થયાં છે. જે કૌભાંડ દર્શાવે છે. મ્યુનિ.એ કૂતરાં કરડવાની રસી પાછળ જ રૂ. 2.37 કરોડનો ખર્ચ કર્યો છે. શહેરમાં છેલ્લા દસ વર્ષમાં હડકવાને કારણે પણ 32 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું પણ જણાવ્યું હતું.


પ્રાણીઓ કરડવાની બનેલી ઘટનાઓ
છેલ્લાં 10 વર્ષમાં કૂતરાં કરડવાની 4,82,524 ઘટના નોંધાઈ છે. જ્યારે બિલાડી કરડવાની 6205, વાંદરા કરડવાની 1707, ઉંદર કરડવાની 544, ઘોડાએ બચકું ભર્યું હોવાની 10, ઊંટે બચકું ભર્યું હોવાની 7 અને ભૂંડે બચકું ભર્યું હોવાની 3 ઘટના નોંધાઈ છે.


ઢોર પકડવાની આવક 1.33 કરોડ
શહેરમાં ગાય, ભેંસ, પાડા, પાડી, ગધેડા, ઘોડા, આખલા વગેરે રખડતા અને પાલતુ પશુઓ પકડવાના બનાવોમાં છેલ્લાં 10 ‌વર્ષમાં પ્રમાણ વધી ગયું છે. 2010-11માં જ્યાં 6283 પશુ પકડાયા હતા જેનો રૂ. 44 લાખનો દંડ વસૂલાયો હતો. ત્યારે 2019-20માં 14549 પશુઓ પકડાયા હતા જે પેટે રૂ. 133 લાખ વસૂલવામાં આવ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post