• Home
  • News
  • સેલિબ્રેશન / દીપિકા પાદુકોણે મુંબઈ એરપોર્ટ પર પતિ રણવીર સિંહ સાથે બર્થ ડે કેક કટ કરી
post

ચાર જાન્યુઆરીએ દીપિકાએ હોટલમાં ‘છપાક’ના પ્રમોશન દરમિયાન પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-06 10:12:44

મુંબઈઃ દીપિકા પાદુકોણનો પાંચ જાન્યુઆરીના રોજ 34મો જન્મદિવસ છે. દીપિકા પોતાનો જન્મદિવસ લખનઉમાં સેલિબ્રેટ કર્યો.. દીપિકા પતિ રણવીર સિંહ સાથે લખનઉ જવા રવાના થઈ હતી. આ સમય દરમિયાન દીપિકાએ મુંબઈ એરપોર્ટ પર બર્થ ડે કેક કટ કરી હતી. દીપિકાનો એક ચાહક એરપોર્ટ પર કેક લઈને આવ્યો હતો. નોંધનીય છે કે દીપિકા લખનઉમાં શીરોઝકેફેમાં એસિડ અટેક સર્વાઈવર્સ સાથે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. દીપિકાના બર્થડે સેલિબ્રેશન દરમિયાન છપાકમાં કામ કરનાર એસિડ અટેક સર્વાઈવર્સ જીતુ, કુંતી, બાલા અને તે પણ હાજર રહ્યા.. શીરોઝ કેફેમાં કામ કરનાર તમામ એસિડ અટેક સર્વાઈવર્સ તથા લખનઉની અન્ય એસિડ અટેક સર્વાઈવર્સ ત્યાં આવ્યા. 

એરપોર્ટ પર કેક કાપી તેનો વીડિયો વાયરલ થયો : 
દીપિકા તથા રણવીર કારમાં સાથે મુંબઈ એરપોર્ટ પર આવે છે. રણવીર કારમાંથી પહેલા ઉતરે છે અને પછી તે પત્ની દીપિકા માટે કારનો દરવાજો ખોલે છે. બંને જણાં ચાલતા હોય છે ત્યારે ચાહક ચોકલેટ કેક લઈને આવે છે. દીપિકા એરપોર્ટ પર જ કેક કાપે છે અને સૌ પહેલાં રણવીરને ખવડાવતી હોય છે. જોકે, આ સમયે રણવીરે દીપિકાને પહેલાં ચાહકને કેક ખવડાવવાનું કહ્યું હતું. દીપિકા પતિની વાત માનીને પહેલાં ચાહકને અને પછી રણવીરને કેક ખવડાવે છે.

છપાકની ટીમ સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો : 
ચાર જાન્યુઆરીએ દીપિકાએ હોટલમાં છપાકના પ્રમોશન દરમિયાન પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ સમયે ફિલ્મની ડિરેક્ટર મેઘના ગુલઝાર તથા એક્ટર વિક્રાંત મેસી હાજર હતાં. મેઘનાએ દીપિકા પર ગુલાબની પાંખડીઓ નાખી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post