• Home
  • News
  • શહેરના રાષ્ટ્રરક્ષકો પર કોરોનાનો કહેર, 361 પોલીસકર્મીઓ પોઝિટિવ આવ્યાં, 3ના મોત
post

નરોડાની શેલ્બી હોસ્પિટલમાં પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ માટે ખાસ સગવડ ઉભા કરાઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-28 11:58:35

અમદાવાદ: રાજ્યમાં કોરોના કહેર સૌથી વધારે અમદાવાદમાં વર્સી રહ્યો છે. અત્યારસુધી નોંધાયેલા રાજ્યના કુલ કેસો 15,208માંથી 50 ટકાથી વધુ કેસો માત્ર અમદાવાદના છે. સાથે જ મૃત્યુઆંકમાં પણ અમદાવાદ પ્રથમ નંબર પર છે. ત્યારે આવી પરિસ્થિતીમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દિવસ-રાત નાગરિકોની સેવામાં ઉપસ્થિત રાષ્ટ્રરક્ષકો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને પોલીસકર્મીઓ વાઈરસના સંક્રમણમાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 361 જેટલા પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ બન્યા છે જ્યારે 3ના મોત નિપજ્યા છે. 


કુલ 361માંથી 88 જેટલા કર્મીઓ હજુ સારવાર હેઠળ
શહેરમાં અત્યાર સુધીમાં 361 પોલીસ કર્મીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાથી 273 કર્મીઓએ કોરોના સામે જીત મેળવી છે. જ્યારે હજુ 88 જેટલા કર્મીઓ સારવાર હેઠળ છે. હાલમાં નરોડા ખાતે શેલ્બી હોસ્પિટલમાં પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ માટે ખાસ સગવડ ઉભા કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ કર્મીઓની સારવાર કરવામાં આવે છે.

 
જનતાની સેવામાં 24 કલાક ખડેપગે ઉભા રહે છે
કોરોના વાઈરસને પગલે માર્ચ મહિનાથી દેશભરમાં સતત લોકડાઉન કરવામાં આવ્યું છે. તેવા સમયે પોલીસકર્મીઓએ ખુબજ મહત્વની ભૂમિકા ભજવી છે. પોતાના જીવની ચિંતા કર્યા વગર જનતાની સેવામાં 24 કલાક ખડેપગે ઉભા રહ્યા છે. અમદાવાદમાં પણ કોટ વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં લોકોને કોરોનાથી દૂર રાખવા માટે પોલીસ કર્મીઓ પ્રયત્ન કરી રહ્યા છે. જેમા કેટલાક કર્મીઓ પોતે જ કોરોનાનો ભોગ બન્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post