• Home
  • News
  • રાજ્યમાં બુધવારે 4.48 લાખ વ્યક્તિઓનું રસીકરણ થયું, 13 જિલ્લામાં Coronaનો નવો એક પણ કેસ નહીં
post

વિગતવારે જાણો રાજ્યનો બુધવારનો કોવિડ રિપોર્ટ, દરેક જિલ્લાના રસીકરણના આંકડા સાજા થયેલા દર્દીના આંકડા, નવા કેસના આંકડા

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-24 10:16:46

અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 138 કેસ નોંધાયા છે. જેની સામે 487 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ 19 (Covid19)ના કારણે 3 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10040 થયો છે.

બુધવારના નવા કેસની ચર્ચા કરીએ તો આ ચાર્ટ મુજબ સૌથી વધુ અમદાવાદ શહેરમાં 29 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 20 કેસ નોંધાયા છે જ્યારે જૂનાગઢ જિલ્લો, વડોદરા જિલ્લામાં રાજકોટ શહે, વડોદરા શહેરમાં 8-8 કેસ નોધાયા છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે જેની સામે રસીકરણ પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં સાજા થવાનો દર 98.20 ટકા છે. અત્યાર સુધીમાં 2,34,57,715 ડોઝ કોરોના વેક્સીનના (Corona Vaccine)આપવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 4,48,153 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ જ આંકડો દેશભરમાં પણ રેકોર્ડબ્રેક છે. દેશમાં મોટા પાયે રસીકરણ થયું છે.

રાજ્યના 13 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો જ્યારે બાકીના જિલ્લા અને મહાનગરોમાં 1થી લઈને 7 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે સુરત શહેરમાં 45951 વ્યક્તિઓને રેકોર્ડબ્રેક માત્રામાં રસી આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોના વાયરસની બીજ લહેરનો સૂર્ય અસ્ત થઈ ગયો છે. હાલમાં ફક્ત 4,807 દર્દીઓ જ કોરોનાની સારવાર હેઠળ છે જ્યારે કુલ 81 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 4726 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 8,07,911 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોવિડનો કુલ મૃત્યુઆંક 10040 છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post