• Home
  • News
  • કુડાસણમાં પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર જમીન ઘસી, એન્જિનિયર સહિત 4નાં દટાઈ જવાથી મોત
post

સરવે સમયે 1 એન્જિનિયર સહિત 4 લોકો 50 ફૂટ ઉપરથી પડ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-23 10:00:14

ગાંધીનગર: ગાંધીનગરમાં કુડાસણ ગામમાં બિગેસ્ટ મોલ ઈન ગાંધીનગરના દાવા સાથે બની રહેલી પ્રમુખ આનંદ ઓરબીટ મૉલની સાઇટ પર બુધવારે ભેખડ ધસી પડતાં 1 એન્જિનિયર અને 3 સર્વેયર સહિત 4 લોકોનાં દટાઈ જવાથી મોત નિપજ્યાં હતાં. મૃતકોમાંથી 2 સાળો-બનેવી હતા. આટલી ગંભીર ઘટના બની હોવા છતાં જવાબદારોને માત્ર નોટિસ આપીને સંતોષ મનાયો છે.


સાઇટ પર એન્જસી મારફતે કામ માટે આવેલા ચારેય લોકો ખોદકામ ચાલી રહ્યું હતું ત્યાં મેદાન પર ઊભા રહીને સરવેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ભેખડ સાથે અંદાજે 50 ફૂટ નીચે પડ્યા હતા, જેમાં 3 લોકોનાં દટાઇ જવાથી ઘટનાસ્થળે મોત થયાં હતાં જ્યારે એકને સિવિલ હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું પણ મોત થયું છે. સ્થળ પર કામ ચાલી રહ્યું હતું હોવાથી જેસીબી વડે ચારેયને 15 મિનિટમાં બહાર કાઢાયા હતા. ભીની માટીમાં ખોદકામ ચાલુ રખાતાં ઘટના બની હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાને પગલે ગુડાના બે પ્લાનિંગ અધિકારીએ સ્થળની મુલાકાત લીધી હતી. જેના રિપોર્ટના આધારે લીગલ નોટિસ અપાશે.


કલાકો સુધી મૃતકોના નામ જણાવ્યા
આટલી ગંભીર ઘટનામાં પણ સ્થળ પર હાજર જવાબદારોએ ફાયરબ્રિગેડને કૉલ કર્યો નહોતો. તેઓએ જાતે જેસીબીથી માટી ખસેડીને દબાયેલા ચારેય લોકોને બહાર કાઢ્યા હતા. બીજી તરફ સિવિલમાં કલાકો સુધી મૃતકોના નામ અંગે કોઈએ જલદી જવાબ આપતાં પોલીસ કાર્યવાહીમાં પણ મોડું થયું છે.


યુવતીએ પતિ-ભાઈ બંને સાથે ગુમાવ્યા
ઘટનાના મૃતકોમાં 2 લોકો દહેગામના જ્યારે 2 લોકો મહેમદાવાદના સરસવણી ગામના રહેવાસી છે. મૃતક વસંતજી અન્ય મૃતક રાજેશ ચૌહાણનો બનેવી થાય છે. એટલે કહીં શકાય કે યુવતીએ પતિ અને ભાઈ બંને એક સાથે ગુમાવ્યા છે.


4
મૃતકમાંથી 2 દહેગામના રહેવાસી

·         પાર્થ હરેશભાઈ પટેલ, 25 વર્ષ, દહેગામ, (એન્જિનિયર)

·         રાજેશ દોલતસિંહ ચૌહાણ, 25 વર્ષ, કમાલબંધવાસણા, દહેગામ

·         વસંતજી ભૂપતજી, 20 વર્ષ, સરસવણી, મહેમદાવાદ

·         પ્રવીણ પ્રભાતભાઈ સોઢા, 27 વર્ષ, સરસવણી, મહેમદાવાદ

adv

Related News

post
post
post
post
post
post
post