• Home
  • News
  • ઈરાકમાં અલ-બલાદ એરબેઝ પર 4 રોકેટ છોડવામાં આવ્યા, અમેરિકાના સૈન્ય અડ્ડાઓ પર 6 દિવસમાં બીજો હુમલો
post

7 જાન્યુઆરીએ અલ-અસદ, ઇરબિલમાં અને 9 જાન્યુઆરીએ વિદેશી દૂતાવાસો નજીક રોકેટથી હુમલો કરાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-13 09:48:59

બગદાદઉત્તર બગદાદમાં રવિવારે 4 રોકેટથી હુમલો કરવામાં આવ્યો. અહીં અમેરિકાની સેનાનો અડ્ડો છે. સૈન્ય સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યા અનુસાર હુમલામાં ઇરાક એરફોર્સના 4 સૈનિકો ઘાયલ થયા છે. એરબેઝ પર અમેરિકાની આર્મીનો અડ્ડો છે, પરંતુ તેઓ ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે પહેલાથી એરબેઝ છોડીને જતા રહ્યા હતા.અમેરિકાના સૈન્ય અડ્ડાઓ પર 6 દિવસમાં બીજો હુમલો છે.

9 જાન્યુઆરીએ ગ્રીન ઝોનમાં મિસાઇલો છોડી હતી
બગદાદના આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર, જ્યાં ઘણા વિદેશી દૂતાવાસ છે ત્યાં ગત ગુરૂવારે મિસાઇલો છોડવામાં આવી હતી. અહીં બે વિસ્ફોટ થયા હતાં. અમેરિકાના અધિકારીઓએ હુમલા પાછળ ઇરાકમાં સ્થિત ઇરાન સમર્થિત શિયા વિદ્રોહી સંગઠન 'હાશેદ' હોવાની શંકા વ્યક્ત કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post