• Home
  • News
  • રેલવે યાત્રીઓ માટે સારા સમાચાર:21 સપ્ટેમ્બરથી 40 ક્લોન ટ્રેન શરૂ થશે, 10 દિવસ અગાઉ ટિકિટ બૂકિંગ કરાવી શકાશે; ભાડૂ હમસફર એક્સપ્રેસ જેટલુ રહેશે
post

વેઈટિંગ લિસ્ટની મુશ્કેલીથી મુક્તિ અપાવવા માટે રેલવેએ ક્લોન ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 12:09:17

ઈન્ડિયન રેલવે 21 સપ્ટેમ્બરથી 40 ક્લોન ટ્રેન ચલાવશે. આ ટ્રેનોના શિડ્યુઅલ જારી કરવામાં આવ્યા છે. વેઈટિંગ લિસ્ટની પરેશાનીથી મુક્તિ અપાવવા માટે રેલવે મંત્રાલયે ક્લોન ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ સર્વિસ શ્રમિક અને સ્પેશિયલ ટ્રેનો ઉપરાંત હશે. આ પૈકી 38 ટ્રેનોનું ભાડુ હમસફર એક્સપ્રેસ જેટલુ હશે.

લખનઉ અને દિલ્હી વચ્ચે બે ક્લોન ટ્રેનોમાં સફર કરવા માટે જનશતાબ્દી એક્સપ્રેસ જેટલુ ભાડુ હશે. આ ટ્રેનોમાં 10 દિવસ અગાઉ ટિકિટ બૂક કરાવી શકાશે. તેના સ્ટોપેજ પણ મર્યાદિત હશે. તે ફક્ત રુટમાં આવનાર ઓપરેશન હોલ્ટ અને ડિવિઝનલ હેડક્વોર્ટર્સ પર રોકાશે. આ ટ્રેનો માટે ટિકિટોના બૂકિંગ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.

શુ છે ક્લોન ટ્રેન?
જે ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ લાંબી થશે, તે માટે વધુ એક ટ્રેન ચલાવવામાં આવશે. તેને જ ક્લોન ટ્રેન નામ આપ્યુ છે. આ ક્લોન ટ્રેન, એક્ચુઅલ ટ્રેનથી પહેલા ચાલશે, જેથી વધારે સંખ્યામાં યાત્રીઓને જગ્યા મળી શકે.

કોરોનાને લીધે યાત્રી ટ્રેન સેવા હાલ પૂરતા મોકૂફ
કોરોના મહામારીને લીધે અત્યારે તમામ યાત્રી ટ્રેન સેવા મોકૂફ છે. રેલવે મંત્રાલયે અગાઉ અનેક શ્રમિક સ્પેશિયલ ટ્રેન સેવાઓ સાથે IRCTC સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ કરી હતી. અત્યારે દેશમાં 310 સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવે છે.

1 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી
રેલવેએ શ્રમિકો માટે 1 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી હતી. તેના મારફતે દેશભરના શ્રમિકો તેમના ઘર સુધી પહોંચ્યા હતા. રેલવેએ કહ્યું હતું કે શ્રમિક ટ્રેનોનો 85 ટકા ખર્ચ કેન્દ્રએ વહન કર્યો હતો. 15 ટકા ખર્ચ ભાડા સ્વરૂપમાં રાજ્યોએ વહન કર્યો હતો. ત્યારબાદ રેલવેએ 12 મેથી 15 જોડી એર કન્ડીશન ટ્રેન તથા 1 જૂનથી 100 જોડી ટાઈમ ટેબલ્ડ ટ્રેન ચલાવવાનો નિર્ણયલ લીધો હતો. બીજી બાજુ રેલવેએ 12 સપ્ટેમ્બરથી 40 જોડી સ્પેશિયલ ટ્રેન ચલાવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post