• Home
  • News
  • ટ્રમ્પ-મોદીના રોડ-શો દરમિયાન કાફલામાં 40 નિર્ભયા વાન જોડાશે
post

આ સિવાય આ વાન પર કેમેરા પણ લાગેલા હશે જે ડાયરેક્ટ પોલીસ કંટ્રોલરૂમથી કંટ્રોલ થતા હશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 09:50:31

મદાવાદઃ આગામી 24મી તારીખે ટ્રમ્પના આગમનને લઇને તૈયારી કરવામાં આવી રહી છે, ત્યારે મોદી અને ટ્રમ્પના 22 કિલોમીટર લાંબા રોડ-શોને લઇને તંત્ર કામે લાગ્યું છે. રોડ શો દરમિયાન લાખો લોકો રસ્તા પર બંને મહાનુભાવોની એક ઝલક જોવા માટે ઉભા હશે. ત્યારે હજારો મહિલાઓ પણ તેમને આવકારવા ત્યાં હાજર હશે. ત્યારે કોઇ પણ દીકરી કે મહિલાની છેડતીનો બનાવ ન બને તે માટે શહેર પોલીસ દ્વારા 40 નિર્ભયા વાન હાજર રહેશે. જે મહિલાઓની સુરક્ષા માટે સતત કામ કરતા કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે ખાસ વેન બનાવવામાં આવી છે.

વાન ઉપર લગાવવામાં આવશે કેમેરા
દિલ્હીમાં બનેલા ગેંગરેપ બાદ ગુજરાત સરકાર પણ મહિલાઓની સુરક્ષા માટે સતેજ છે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં ખાસ નિર્ભયા વાન ફાળવવામાં આવી હતી. નિર્ભયા વાનમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ મહિલાઓની સુરક્ષા માટે સતત હાજર રહે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના રોડ શો દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે આ ચાલીસ નિર્ભયા વાન પણ કાફલામાં જોડાશે. આ સિવાય આ વાન પર કેમેરા પણ લાગેલા હશે જે ડાયરેક્ટ પોલીસ કંટ્રોલરૂમથી કંટ્રોલ થતા હશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post