• Home
  • News
  • આર્મીનો આંતરિક અહેવાલ:ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ પાસેથી ખરીદેલા ખરાબ દારૂગોળાને કારણે છ વર્ષમાં 403 દુર્ઘટના, 24 જવાનોનાં મોત, 131 ઘાયલ થયા
post

સરેરાશ દર સપ્તાહે એક દુર્ઘટના થઈ છે. 2020માં અત્યાર સુધીમાં 13 દુર્ઘટના

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-30 09:50:59

દર વર્ષે ભારતીય લશ્કરના સરેરાશ 111 જવાન સરહદે દુશ્મનની ગોળીથી શહીદ થાય છે... પણ છેલ્લા છ વર્ષમાં 24 જવાન પોતાના જ આર્મીના ખરાબ દારૂગોળાને કારણે જીવ ગુમાવી બેઠા છે. જ્યારે 131 જવાન ઘાયલ થયા છે. તેમાંના ઘણા હાથ-પગ ગુમાવી ચૂક્યા છે. આ ખુલાસો ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ પાસેથી ખરીદેલા દારૂગોળા તથા અન્ય સામાન અંગે આર્મીના એક આંતરિક અહેવાલમાંથી બહાર આવ્યું છે. ઓએફબી દુનિયાના સૌથી જૂના સરકારી સંરક્ષણ ઉત્પાદન બોર્ડમાંનું એક છે.

સંરક્ષણ મંત્રાલયને સોંપાયેલા આંતરિક અહેવાલમાં જણાવાયું છે કે ઓએફબી પાસેથી ખરીદેલા દારૂગોળાની ગુણવત્તા ખરાબ છે તે કારણે દુર્ઘટના થઈ છે એટલું જ નહીં પણ પાંચ વર્ષમાં 960 કરોડ રૂપિયાના શસ્ત્રો તેના નિશ્ચિત આયુષ્ય પહેલા જ ખરાબ થઈ ગયા છે. ઓએફબી પાસેથી મળતા જવાનોના ગણવેશમાં પણ આર્મીને ઘણી ખોટ ગઈ છે. આંતરિક મૂલ્યાંકન મુજબ જે કોમ્બેટ ડ્રેસ બજારમાંથી 1800 રૂપિયામાં મળી શકતા હતા તે 3300 રૂપિયામાં ખરીદાયા. ટોપી 500 રૂપિયામાં ખરીદાય છે. જ્યારે 150 રૂપિયામાં સહેલાઈથી મળે છે. ઓએફબી પાસેથી એક જવાનનો સમગ્ર ગણવેશ 17950 રૂપિયામાં પડે છે. બજારમાં તેની કિંમત 9400 રૂપિયા છે. એટલે કે ઓએફબીએ દરેક જવાનના ગણવેશ પર 8550 રૂપિયા વધુ લીધા. 12 લાખ જવાનો માટે વર્તમાન ચાર ગણવેશના હિસાબે ગણતરી કરીએ તો 480 કરોડ રૂપિયાનો ફરક આવે છે.

ઓએફબીના રસાયણની ગુણવત્તા અને મિક્સિંગ યોગ્ય નહીં હોવાથી નિશ્ચિત સમય પહેલાં જ 960 કરોડનો દારૂગોળો ખરાબ થઈ ગયો
આર્મીના અધિકારીએ કહ્યું કે દરેક ઉત્પાદનની જેમ દારૂગોળાની પણ એક સીમા હોય છે. સેલ્ફ લાઈફ પૂરી થઈ ગયા પછી તેને ડિસ્પોઝ કરાય છે. શસ્ત્રનું આયુષ્ય એ વાત પર નિર્ભર કરે છે કે તેમાં વપરાતા રસાયણનું ગુણવત્તા કેવી છે અને તેનું મિક્સિંગ કેટલું થયું હતું. ઓએફબીમાં રસાયણની મિક્સિંગ ઓટોમેટેડ નથી. આથી આ સેલ્ફ લાઈફ પૂરી કરી શકતું નથી. આ કારણે દુર્ઘટના પણ થાય છે. રિપોર્ટમાં જે શસ્ત્ર પર સવાલ ઉઠાવ્યા છે તેમાં 25 મિ.મિ. એરડિફેન્સ શેલ, આર્ટિલરી શેલ અને 125 મિ.મિ. ટેન્ક શેલની સાથે જ ઇન્ફ્રન્ટ્રીની એસોલ્ટ રાઈફલમાં વપરાતી બુલેટનો સમાવેશ થાય છે.

એર ડિફેન્સથી ઇન્ફ્રન્ટ્રી સુધી દુર્ઘટના

વર્ષ

એર ડિફેન્સ

આર્ટિલરી

આર્મ્ડ કોર્ટ

ઇન્ફ્રન્ટ્રી

કુલ

2014

4

17

15

78

114

2015

3

17

7

59

86

2016

3

10

8

39

60

2017

3

13

4

33

53

2018

1

25

6

46

78

2019

1

5

2

8

16

કુલ

15

87

44

267

403

2016માં સૌથી વધુ મોત

વર્ષ

મોત

ઘાયલ

2014

1

15

2015

0

14

2016

19

28

2017

1

18

2018

3

43

2019

0

13

 

adv

Related News

post
post
post
post
post
post
post