• Home
  • News
  • 11 શહેરમાં પારો 42થી વધુ, બે દિવસ રેડ એલર્ટ, ગરમ પવનોથી કાળઝાળ ગરમી
post

અમદાવાદની સાથે દરિયાકાંઠાના પોરબંદર- ભાવનગર 43.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 09:51:55

અમદાવાદ: રાજ્યમાં હિટવેવની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી ગયો હતો. સમગ્ર રાજ્યમાં અમદાવાદની સાથે દરિયાકાંઠાના પોરબંદર અને ભાવનગર 43.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યાં છે. ત્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં રેડ એલર્ટ જારી કરાતા ગરમીનો કોપ યથાવત્ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.0 ડિગ્રી વધુ
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.0 ડિગ્રી વધીને 43.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં દિવસ દરમિયાન ચાલુ રહેલા ગરમ પવનો બાદ બપોર પછી લોકોએ કાળઝાળ ગરમીની સાથે અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો. 28 મે બાદ અમદાવાદમાં ગરમીનું જોર ક્રમશ: ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


અમદાવાદ, ભાવનગર અને પોરબંદરમાં 43.7 ડિગ્રી
હિટવેવની અસરોથી રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં અમદાવાદ, ભાવનગર અને પોરબંદરમાં 43.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આગામી 48 કલાક માટે રાજ્યમાં રેડ એલર્ટ જારી કર્યું છે. ખાસ કરીને આગામી બે દિવસો સુધી રાજ્યનાં દક્ષિણ ગુજરાતનાં સુરત અને સૌરાષ્ટ્રનાં ભાવનગર અને દીવ જેવા વિસ્તારોમાં હિટવેવનું જોર યથાવત્ રહેશે. જ્યારે અન્ય વિસ્તારોમાં ગરમીનું જોર મધ્યમ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


ક્યાં કેટલી ગરમી

શહેર

તાપમાન ડિગ્રી સેલ્સિયસ

અમદાવાદ

43.7

ભાવનગર

43.7

પોરબંદર

43.7

ગાંધીનગર

43.2

અમરેલી

43.0

વિદ્યાનગર

42.9

ડીસા 

42.4

સુરેન્દ્રનગર 

 42.3

કંડલા એરપોર્ટ 

42.2

દીવ 

42.0

વડોદરા

42.0

 

adv

Related News

post
post
post
post
post
post
post