• Home
  • News
  • મતદાનના 48 કલાક પહેલાં જગદીશ ઠાકોર જાગ્યા:કહ્યું- 'તમારી માએ સવા શેર સૂંઠ ખાધી હોય તો એક મત વેચાતો લો, અમે ગરીબ છીએ પણ ખુમારીવાળા છીએ'
post

સાણંદમાં એક ચૂંટણી અધિકારી પર એવું દબાણ કરાયું કે, તમે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરો પણ તેનાથી તે ન થયું

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-28 18:10:35

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પંચમુખી હનુમાનજીના મંદિર નજીક કોંગ્રેસની સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપે લલકાર્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું કે, તમારી માએ સવા શેર સૂંઠ ખાધુ હોય તો એક કોંગ્રેસનો મત વેચાંતો લે, અમે ગરીબ છીએ પણ ખુમારીવાળા છીએ. તેમજ સભા સંબોધતા પોતાના પરિવારની વ્યથા કહેતા કહેતા ચાલું સભામાં જ ભાવુક થયા હતા અને રડી પડ્યા હતા.

અમરા કાર્યકરને ધમકાવ્યાંઃ જગદીશ ઠાકોર
જાહેર સભા સંબોધતા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગાંધીનગર, દહેગામમાં જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખને બોલાવીને એક પોલીસ ઈન્સપેક્ટર ધમકી આપે છે કે, ગાંધીનગર અને દહેગામ છોડી દો. તે કહે છે કે તમને આઈજી બોલાવે છે તમારે કોંગ્રેસનું કામ નથી કરવાનું. ત્યારે આવા અધિકારીઓ વિરૂદ્ધ કાલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાના છીએ. અમે લડાઈ લડવાના છીએ. જો ભાજપ વારા આમ જ ચૂંટણી લડાવાના હોય તો અમે તેને લલકારીએ પણ છીએ કે, તમારી માએ સવા શેર સૂંઠ ખાધુ હોય તો આવી જાવ. આ તમારૂ જ રાજકારણ છે.

ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે અધિકારી પર દબાણ કરાયું
સાણંદમાં એક ચૂંટણી અધિકારી પર એવું દબાણ કરાયું કે, તમે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરો પણ તેનાથી તે ન થયું. તેના પર દબાણ કરવામાં આવ્યું હતું. પણ તેણે આપઘાત કરી લીધો હતો. તેનો પરિવાર રોવે છે અને સીબીઆઈની તપાસ માગી રહ્યું છે.

ભાજપ પર જગદીઠ ઠાકોરે પ્રહાર કર્યા
વધુમાં જણાવ્યું કે, ચૂંટણીકાર્ડને અત્યારે સાચવીને રાખી દેજો ત્રણ દિવસ પછી આ હથિયાર ઉપાડવાનું છે અને કહેજો ભાજપવારાને કે, તમારી માએ સવા શેર સૂંઠ કાધુ હોય તો જ કોંગ્રેસનો મત વેચાંતો લે. અમે ગરીબ છીએ પણ ખુમારીવાળા છીએ. અરે રૂપિયા નથી પણ પ્રેમથી કહેશો તો માથા આપી દેશું.


પરિવારની વ્યથા કહેતા ભાવુક થયા
વધુમાં જણાવ્યું કે, બનાસકાંઠામાં દુકાળ ચાલતો હતો ત્યારે આવા દુકાળમાં અમદાવાદમાં ગયેલો અમારો પરિવાર જેને ઊંટ લારીની લોન લઈ દિકરાને ભણાવ્યો, જે બાદ રાજકારણમાં કોંગ્રેસે એને મોટો કર્યો ત્યારે એવા દુકાળમાંથી અમદાવાદ ગયેલા ગરિબ પરિવારના દિકરાને કોંગ્રેસે આજે પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો છે. આટલું બોલતા જ જગદીશ ઠાકોર ભાવુક થયા હતા અને રડવા લાગ્યા હતા.


મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે. ત્યારે તમામ પાર્ટીઓએ પ્રચાર પ્રસાર તેજગતિએ શરૂ કરી દીધો છે. બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠક જીતવા માટે પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. આજે દાતા વિધાનસભા વિસ્તારમાં આવતા અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પંચમુખી હનુમાનજીના મંદિરે કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર કાંતિ ખરાડીએ સભાનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર તેમજ કોંગ્રેસના આગેવાનો હાજર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post