• Home
  • News
  • ચીનના 5 નાગરિકે ભારત સરકારના નેટવર્ક તથા અમેરિકાની 100 કંપની-સંસ્થાને હેક કર્યાં; સોફ્ટવેર ડેટા અને કારોબારી માહિતીની ચોરી કરી
post

અમેરિકાએ મલેશિયાના 2 નાગરિકની ધરપકડ કરી, જે હેકર્સની મદદ કરાત હતા અને લોકોને નિશાન બનાવતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 09:11:58

US જસ્ટીસ ડિપાર્ટમેન્ટે ચીનના 5 નાગરિકો પર અમેરિકાની 100 જેટલી કંપની તથા સંસ્થાને હેક કરવાનો કેસ દાખલ કર્યો છે. ડિપાર્ટમેન્ટના મતે આ લોકોએ ભારત સરકારના નેટવર્કને પણ હેક કર્યું હતું. ચીનના આ નાગરિકોએ હેકિંગ મારફતે સોફ્ટવેર ડાયા તથા કારોબારને લગતી ગુપ્ત માહિતીની ચોરી કરી છે. ડેપ્યુટી US એટર્ની જનરલ જેફરી રોઝેને બુધવારે કહ્યું હતું કે ચીનના 5 નાગરિકો પર હેકિંગ તથા મલેશિયન નાગરિકો પર કેટલાક હેકર્સને મદદ કરવાનો તથા તેમના ડેટાની ચોરી કરવા લોકોને નિશાન બનાવવાનો આરોપ છે. મલેશિયાના નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે તથા ચીનના નાગરિકોને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યા છે.FBI તેમને શોધી રહી છે અને તેમની તસ્વીરો જાહેર કરી છે.

આ વર્ષે ભારત સરકારની વેબસાઈટ હેક કરી હતી
રોઝને કહ્યું હતું કે હેકર્સે વર્ષ 2019માં ભારત સરકારની વેબસાઈટને નિશાન બનાવી હતી. આ ઉપરાંત ભારત સરકારને સપોર્ટ કરનારા વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક તથા ડેટા સર્વર્સને પણ નિશાન બનાવવામાં આવ્યુ છે. ભારત સરકારના ઓપેન VPN નેટવર્ક સુધી પહોંચવા માટે આ હેકર્સે VPS પ્રોવાઈડરનો ઉપયોગ કર્યો હતો. હેકર્સે સરકારના કોમ્પ્યુટર્સ પર માલવેયર કોબાલ્ટ સ્ટ્રાઈક ઈન્સ્ટોલ કર્યું હતું.

ચીન પોતાને બચાવવા અન્યોના કોમ્પ્યુટરમાંથી માહિતીની ચોરી કરી છે-અમેરિકા
રોઝેને કહ્યું કે અમારો વિભાગ ચીનના આ નાગરિકો તરફથી કરવામાં આવી રહેલી ગેરકાયદેસર કોમ્પ્યુટર ઘૂસણખોરી તથા સાઈબર એટેકને અટકાવવા માટે શક્ય તમામ પગલાં ભરશે. એ વાત દુખદ છે કે ચીન પોતાને સાઈબર હુમલાથી બચવા માટે અલગ માર્ગ અપનાવી રહ્યું છે, જે અંતર્ગત તે અન્ય દેશોના કોમ્પ્યુટર પર હુમલા કરે છે અને ચીન માટે લાભદાયક ગુપ્ત માહિતીની ચોરી કરે છે.
રોઝેને કહ્યું કે સોફ્ટવેર ડેવલપમેન્ટ, કોમ્પ્યુટર હાર્ડવેર, ટેલિકોમ્યુનિકેશન, સોશિયલ મીડિયા, વીડિયો ગેમ્સ કંપની હેકર્સના નિશાન પર છે. આ ઉપરાંત NGP, થિંક ટેક્સ, યુનિવર્સિટીઓ, વિદેશી સરકારો, લોકતંત્ર સમર્થક નેતાઓ તથા હોંગકોંગની એક્ટિવિસ્ટને પણ નિશાન બનાવવામાં આવેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post