• Home
  • News
  • ભારતમાં દર 10માંથી 5 મહિલાઓ અને 4 પુરુષ યુરિન ઇન્ફેક્શનનો ભોગ બન્યા, તેનાં લક્ષણો અને સારવાર શું છે જાણો
post

યુરિન ઈન્ફેક્શનથી પીડિત વ્યક્તિને યુરિન પાસ કરતા સમયે બળતરા થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 15:25:00

જો તમને પણ યુરિન ઈન્ફેક્શન છે તો સાવધાન થઈ જાવ. શક્ય છે તે તમને તેના વિશે ખબર ન હોય, પરંતુ આ ઈન્ફેક્શન ઘણું જોખમી છે. તાજેતરમાં ઈન્ડિયન હેલ્થ જર્નલે તેને લઈને સ્ટડી કરી. તેમાં જાણવા મળ્યું કે, દુનિયામાં યુરિન ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI)ના 15 કરોડ કેસ દર વર્ષે સામે આવી રહ્યા છે.

દુનિયામાં આ ઈન્ફેક્શનના કારણે લોકોને 45 હજાર કરોડ રૂપિયાનો આર્થિક બોજનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વની વસ્તીના લગભગ 40 ટકા મહિલાઓ અને 12 ટકા પુરુષો તેમના જીવનમાં ઓછામાં ઓછા એક વખત આ ઈન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે. ભારતમાં 10માંથી 5 મહિલાઓ અને 3 પુરુષ યુરિન ઈન્ફેક્શનનો ભોગ છે.

શું છે યુરિન ઈન્ફેક્શન?
યુરિન પાથ સહિત યુરિન સિસ્ટમના ઘણા ભાગ ડેમેજ થઈ જાય છે

લખનઉમાં કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર શિખા પાંડેના જણાવ્યા પ્રમાણે, યુરિન ઈન્ફેક્શન હકીકતમાં યુરિન સિસ્ટમમાં થતું સંક્રમણ છે. તેમાં યુરિન પાથ સહિત યુરિન સિસ્ટમના ઘણા ભાગ ડેમેજ થઈ જાય છે. અનિયમિત દિનચર્યા, ખાણીપીણીમાં બેદકારી તેનું સૌથી મોટું કારણ છે.

યુરિન ઈન્ફેક્શનથી પીડિત વ્યક્તિને યુરિન પાસ કરતા સમયે બળતરા થાય છે. જો યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો તે પ્રોસ્ટેટ કેન્સર જેવી ગંભીર બીમારીનું પણ કારણ બની શકે છે.

દુનિયામાં આ ઈન્ફેક્શન વધવાનું મોટું કારણ એ છે કે લોકોને તેના વિશે ખબર નથી. આ અંગે લોકો વાત પણ નથી કરતા અને જાગૃતાનો પણ અભાવ છે.

યુરિન ઈન્ફેક્શનના 5 લક્ષણો-
1-
વારંવાર બાથરૂમ થવું- આ યુરિન ઈન્ફેક્શન સૌથી મુખ્ય લક્ષણ છે, જેમાં વ્યક્તિને વારંવાર બાથરૂમ જવાની જરૂર પડે છે. સામાન્ય રીતે લોકો આ વાતને ગંભીરતાથી નથી લેતા, પરંતુ આ બેદરકારીના કારણે સંક્રમણ વધી શકે છે.

2- યુરિન પાસ કરતા સમયે બળતરાઃ આ ઈન્ફેક્શન બાદ યુરિન પાથમાં ઈજા થઈ જાય છે, જો કે આ ઈજા માઈનર હોય છે પરંતુ તેના કારણે બળતરા થાય છે. જો તમને પણ આવું મહેસૂસ થતું હોય તો વિલંબ કર્યા વિના તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

3. યુરિનમાં લોહી પડવું: ઘણીવાર યુરિન ઇન્ફેક્શનને લીધે ઘણા લોકોને યુરિનમાં લોહી પડે છે. જ્યારે યુરિન પાથમાં ઘા મોટા થઈ જાય છે ત્યારે આવું થાય છે. યુરિન સિસ્ટમ વધારે ડેમેજ થવી પણ બ્લીડિંગનું એક કારણ છે. એક્સપર્ટ પ્રમાણે, આ સ્ટેજમાં બેદરકારી આગળ જતા ભારે પડી શકે છે.

4. પેટનાં નીચેના ભાગમાં દુખાવો: ઘણીવાર યુરિન સિસ્ટમ ડેમેજ થવાને લીધે પેટના નીચેના ભાગમાં સતત દુખાવો થાય છે. આવા વ્યક્તિઓએ તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

5. મહિલાઓમાં પેલ્વિક દુખાવો: જો કોઈ મહિલાને પેલ્વિક દુખાવો થાય છે તો તેનું કારણ યુરિન ઇન્ફેક્શન હોય શકે છે. મહિલાઓએ આ વાતની અવગણના ના કરવી જોઈએ.

યુરિન ઇન્ફેક્શનનું મોટું કારણ ન્યૂટ્રિઅન્ટની અછત
ભોપાલમાં ડાયટીશિયન અને ફિટનેસ એક્સપર્ટ ડૉ. નિધિ પાંડેએ કહ્યું, ઇન્ફેક્ટેડ ભોજન અને વિટામિનની અછત યુરિન ઇન્ફેક્શનની મુખ્ય કારણ છે. વિટામિન B જેવા ન્યૂટ્રિઅન્ટની અછતને લીધે ઈમ્યુનિટી વીક થઈ જાય છે. તેને લીધે શરીર ઇન્ફેક્શન ફેલાવતા બેક્ટેરિયા સામે લડી શકતું નથી અને તે યુરિન ઇન્ફેક્શનનું કારણ બને છે.

વધારે એન્ટિબાયોટિક્સ લેવાથી ઈમ્યુનિટી નબળી પડે છે
ડૉ. શિખા અને ડૉ. નિધિએ કહ્યું કે, યુરિન ઇન્ફેક્શન થાય તો મોટાભાગના લોકો એન્ટિબાયોટિક્સ લે છે. સારું થઈ જતા એન્ટિબાયોટિક્સ લેવાનું બંધ કરી દે છે. મોટાભાગના લોકો પ્રોપર સારવારને ઇગ્નોર કરે છે. વારંવાર એન્ટિબાયોટિક્સ લેવાથી બેક્ટેરિયા તેમાં સર્વાઈવ કરતા શીખે છે, સાથે જ ઈમ્યુનિટી નબળી થાય છે. તેણે લીધે યુરિન ઇન્ફેક્શન વારંવાર થવા લાગે છે.

બોડી વધારે ડિહાઈડ્રેટ ના થવા દો
જો તમારી બોડી સતત ડિહાઈડ્રેટ રહે છે, તો અર્થ એ છે કે તમે ઓછુ પાણી પી રહ્યા છો. ડિહાઈડ્રેટને લીધે યુરિનનો કલર બદલાઈ જાય છે. ડૉ. શિખાએ કહ્યું, બોડી જેટલી ડિહાઈડ્રેટ રહેશે,યુરિનનો કલર એટલો જ પીળો રહેશે. વધારે ડિહાઈડ્રેટ થવાથી યુરિન ઇન્ફેક્શન થઈ શકે છે. આથી 24 કલાકમાં ઓછામાં ઓછું 4થી 5 લીટર પાણી પીવું જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post