હવે 15 સભ્યની T20 વર્લ્ડ કપ ટીમ આપણી સામે છે તેમજ 4 ખેલાડીને રિઝર્વ પ્લેયર તરીકે રાખવામાં આવ્યા છે.
T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારત તેની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. એશિયા કપ 2022માં ભારતના ખરાબ પ્રદર્શનનાં ઘણાં કારણો હતાં, જેમાંથી એક મજબૂત પ્લેઇંગ 11નું હોવાનું હતું. ટીમમાં સતત બદલાવને કારણે કેપ્ટન રોહિત શર્મા ફિક્સ પ્લેઇંગ 11 બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. 12 સપ્ટેમ્બરે વર્લ્ડ કપ માટેની ટીમની સાથે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. કેટલાક ખેલાડીઓ ઈજામાંથી સાજા થયા બાદ ટીમમાં પરત ફર્યા હતા, સાથે જ કેટલાક ખેલાડીઓને ટીમમાં સામેલ ન કરવા બદલ BCCIની ટીકા થઈ રહી છે. આ બધું હોવા છતાં હવે 15 સભ્યની T20 વર્લ્ડ કપ ટીમ આપણી સામે છે તેમજ 4 ખેલાડીને રિઝર્વ પ્લેયર તરીકે રાખવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામે
ભારતની T20 ઘરઆંગણે 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં ખેલાડીઓનું પ્રદર્શન ભારત માટે ખૂબ જ
મહત્ત્વપૂર્ણ છે. આગળ આપણે જાણીશું કે તે 5 ભારતીય ખેલાડી કયા છે, જેમનું ઓસ્ટ્રેલિયા T20 સિરીઝમાં પર્ફોર્મન્સ
પર બધાની નજર રહેશે...
1. વિરાટ કોહલી
જોકે દુનિયાની નજર
હંમેશાં વિરાટના પર્ફોર્મન્સ પર રહેતી હોય છે, પરંતુ આ વખતે પ્રસંગ
ખાસ છે. એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામે સદી ફટકાર્યા બાદ વિરાટ લગભગ ત્રણ વર્ષ (1020 દિવસ) બાદ પોતાના
ફોર્મમાં પાછો ફર્યો છે.
T20 વર્લ્ડ કપ પહેલાં વિરાટની
ફોર્મમાં વાપસી ભારતીય ટીમ માટે સારા સમાચાર છે, પરંતુ એવું ન બને વિરાટ
માત્ર એક મેચમાં વન્ડર બનીને રહી જાય, આથી ઓસ્ટ્રેલિયા સામેની
ભારતની T20 શ્રેણીમાં તેનું પ્રદર્શન પર બધાની નજર રહેશે. સ્વાભાવિક છે કે તેની સદી બાદ
ટીમ અને ચાહકોની તેની પાસેથી અપેક્ષાઓ પણ વધી હશે. ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીની
અત્યારસુધી રમાયેલી 19 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 59.83ની એવરેજ રહી છે. જ્યારે સ્ટ્રાઇક રેટ 146.23 છે. વિરાટે ઓસ્ટ્રેલિયા
સામે 22 છગ્ગા અને 55 ચોગ્ગા ફટકાર્યા છે.
2. રિષભ પંત
ટીમ ઈન્ડિયાના
વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને T20માં વારંવાર તકો મળી રહી છે. એક તરફ જ્યાં પંતે વન-ડે અને
ટેસ્ટ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરીને પોતાનો સિક્કો જમાવ્યો છે. બીજી તરફ
ટી20માં તેનું પ્રદર્શન એકદમ વિપરીત છે.
ટેસ્ટ મેચોમાં, જ્યાં આ ખેલાડી 43.32ની શાનદાર સરેરાશથી રન
બનાવે છે, જ્યારે T20માં ઘટીને 23.94 પર આવી જાય છે. જ્યારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પંતનો સ્ટ્રાઈક રેટ 126.21 રહ્યો છે.
તેની પસંદગીનું એક કારણ
તે ડાબોડી બેટ્સમેન હોવું પણ છે. ટીમ ઈન્ડિયા પાસે હાલમાં ટોપ અને મિડલ ઓર્ડરમાં
કોઈપણ પ્રભાવશાળી ડાબોડી બેટ્સમેનનો કોઈ વિકલ્પ નથી, તેથી પંતને વધુ તક મળી
રહી છે. એવામાં રિષભ માટે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી ઘણી મહત્ત્વની છે.
3. કેએલ રાહુલ
એશિયા કપ 2022માં ભારતના ઓપનર કેએલ
રાહુલનું પ્રદર્શન સારું રહ્યું નહોતું. પાંચ મેચમાં તેણે 26.40ની એવરેજથી 132 રન બનાવ્યા તેનો
સ્ટ્રાઈક રેટ માત્ર 122.22 હતો. અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં રાહુલે સિરીઝનો પોતાનો સર્વોચ્ચ સ્કોર 62 રન હતો.
ઓપનર તરીકે તેની
જવાબદારી હતી કે તે ઓછા બોલમાં વધુ સ્કોર કરવાનો પ્રયાસ કરે, પરંતુ એશિયા કપ 2022માં તેના પ્રદર્શનને
જોયા બાદ આગામી T20 વર્લ્ડ કપમાં તેના ફોર્મને લઈને શંકા બનેલી છે.
એશિયા કપ 2022માં એક મુખ્ય ખામી ટીમ
ઈન્ડિયાનો ફ્લોપ ટોપ ઓર્ડર હતો. હવે જોવાનું રહેશે કે ઓસ્ટ્રેલિયા T20 શ્રેણી માટે, રાહુલ પર પસંદગીકારોની
દાવ યોગ્ય છે કે રાહુલ ફરી એકવાર ટીમ અને ચાહકો બંનેને નિરાશ કરે છે.
4. હર્ષલ પટેલ
ટીમ ઈન્ડિયાના
ઓલરાઉન્ડર હર્ષલ પટેલે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં
તેને 15 સભ્યની ટીમમાં ટીમમાં તક મળી છે. હર્ષલે અત્યારસુધી માત્ર 17 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.
શું તે ઓસ્ટ્રેલિયા
સામેની સિરીઝમાં સ્વસ્થ થયા બાદ સારી વાપસી કરશે? આ એક મોટો પ્રશ્ન છે.
જોકે ઈજા થયા પહેલાં હર્ષલ જબરદસ્ત ફોર્મમાં હતો. તેના ડેબ્યુ બાદથી તે ભારત માટે
ડેથ ઓવર બોલર તરીકે ઊભરી આવ્યો છે.
2022માં તેણે 15 T20માં 8.76ના ઇકોનોમી રેટથી 19 વિકેટ લીધી હતી. આ
સમયગાળામાં ભારત માટે માત્ર ભુવનેશ્વર જ તેનાથી 10થી વધુ મેચમાં 20 વિકેટ લીધી છે. જ્યારે હર્ષલે
IPLની છેલ્લી બે સીઝનમાં પણ શાનદાર બોલિંગ કરી હતી. તેણે IPL 2021માં 15 મેચમાં 32 વિકેટ લીધી અને પર્પલ
કેપ જીતી હતી. હર્ષલે આ વર્ષની IPLમાં 15 મેચ રમી છે. 19 વિકેટ લીધી હતી, આથી ઓસ્ટ્રેલિયા સામે
ડેથ ઓવર બોલર તરીકે તમામની નજર હર્ષલ પર રહેશે.
5. જસપ્રીત બુમરાહ
જુલાઈમાં થયેલી ઈજાને
કારણે બુમરાહ રીબેહમાં હતો. હવે પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરીને તેણે ટી20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીની ટીમમાં સ્થાન
બનાવી લીધું છે, સાથે જ આજથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયાની સામે ટી20 સિરીઝમાં તમે બુમરાહને
રમતો જોઈ શકો છો. એશિયા કપમાં ભારતીય બોલરેનું પ્રદર્શન ખૂબ ખરાબ કહ્યું હતું.
એવામાં બુમરાહ પાસેથી ઘણી જ અપેક્ષાઓ રહેશે.
વર્તમાનમાં ભારતીય
ટીમની પાસે 140+ની ગતિથી બોલિંગ કરનારા બોલરોમાં ઘણા ઓછા વિકલ્પ છે. બુમરાહ તેમાંથી એક છે. 72 દિવસ બાદ આ ખેલાડી પરત
ફરી રહ્યો છે. એવામાં ટી-20 વર્લ્ડ કપથી પહેલાં આ સિરીઝ બુમરાહ માટે ફોર્મમાં પરત ફરવાની એક સારી તક સાબિત
થઈ શકે છે. એ શરૂઆતની ઓવરની સાથે ડેથ ઓવરોમાં પણ શાનદાર બોલિંગ કરે છે. તેની
આગેવાનીમાં ભારતની ટીમ સારું પ્રદર્શન કરતી આવી છે.