• Home
  • News
  • ભારતીય સેનાનો મોટો દુશ્મન સ્ટ્રેસ:યુદ્ધથી નથી થતાં એટલાં સૈનિકોના મૃત્યુ તણાવથી થાય છે, દર વર્ષે 1600 સૈનિકો જીવ ગુમાવે છે; સપ્ટેમ્બરમાં હાર્ટ-અટેકથી કર્નલ રેન્કના 6 ઓફિસર્સ મૃત્યુ પામ્યા
post

સ્ટડી મુજબ 79%એ કહ્યું કે કોઈપણ પ્રકારની ભૂલ થાય એવી શક્યતા જ નથી અને તેમણે દરેક વખતે 'યોગ્ય' હોવું અને યોગ્ય નિર્ણય લેવાના છે, કેમ કે આ તેમની જવાબદારી છે અને આ જ 'ઝીરો એરર સિન્ડ્રોમ' તણાવ વધારે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 11:56:03

સપ્ટેમ્બરના મહિનામાં હાર્ટ-અટેકથી લેફટનન્ટ કર્નલ અને કર્નલ રેન્કના ઓછામાં ઓછા છ સૈન્ય અધિકારીનાં મોત નીપજ્યાં છે. આ તમામ અધિકારી 40-45 વર્ષના જ હતા. આ રીતે જ છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશના અલગ-અલગ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે, જેનાથી ફલિત થાય છે કે ભારતીય સેનામાં જીવનની ગુણવત્તા, એટલે કે 'ક્વોલિટી ઓફ લાઈફ' બહુ સારી નથી. ક્યારેક-ક્યારેક તો આ ક્વોલિટી ઘણી જ ઓછી જોવા મળે છે, જેના કારણે સેના તણાવ અને નેગેટિવિટીનો શિકાર બની રહી છે. એક રિપોર્ટ મુજબ ભારત દર વર્ષે લગભગ 1,600 જવાનને યુદ્ધમાં નહીં, પરંતુ બીજાં કારણો ગુમાવી રહ્યાં છે. આ આંકડા ઘણા જ ચિંતાજનક છે.

મહત્ત્વપૂર્ણ છે કે તણાવ હંમેશાં સશસ્ત્ર સેવાઓના જીવનમાં જોવા મળે છે, પરંતુ પહેલાં આ મુદ્દો આટલો મોટો ક્યારેય ન હતો. આમ તો સેના પર તણાવનો કોઈ નકારાત્મક પ્રભાવ ન પડે એ માટે હંમેશાંથી પર્યાપ્ત સુરક્ષા તંત્ર ઉપસ્થિત રહ્યું છે, પરંતુ હાલની સ્થિતિમાં વાતાવરણ બદલાયેલું નજરે પડી રહ્યું છે.

30થી 40 વર્ષના સૈનિક ઓફિસરના રિએક્શન્સને લઈને જે રિપોર્ટ સામે આવ્યા છે, એમાં ચોંકાવનારા કેટલાંક ફેક્ટ સામે આવ્યાં છે....

·         87%એ જણાવ્યું કે તેઓ કામના દબાણના કારણે રજા નથી લઈ શકતા.

·         73%એ કહ્યું કે જો તેમણે રજા લઈ પણ લીધી, પરંતુ તેમને કામના કારણે પાછા બોલાવવામાં આવે છે.

·         63%એ સ્વીકાર્યું કે કામના પગલે તેમનું વૈવાહિક જીવન પ્રભાવિત થયું છે.

·         85%એ જણાવ્યું કે ભોજન કરતા સમયે પણ ઓફિશિયલ ફોન કોલનો જવાબ પણ આપવો પડે છે.

ટેક્નોલોજીનો પ્રભાવ

ટેક્નોલોજીના ઉપયોગના કારણે ફિઝિકલ અને મેન્ટલ બંને લેવલ પર નેગેટિવ ઈફેક્ટ પડે છે. ત્યાં સુધી કે 'કોન્સ્ટેંટ ચેકર્સ' એટલે કે જે રેગ્યુલર તેનો ઉપયોગ કરે છે તેમના પર તો એનો પ્રભાવ વધુ જોવા મળે છે. લગભગ 40% અધિકારીઓએ સ્વીકાર્યુ કે તેઓ 'કોન્સ્ટેંટ ચેકર્સ' છે અને 60% કહે છે કે તેઓ પોતાના ફોન કે ટેબ્લેટ સાથે હર હંમેશાં જોડાયેલા હોય છે.

ઝીરો એરર સિન્ડ્રોમ

જુનિયર ઓફિસર્સ દ્વારા પોતાની ભૂલનો સ્વીકાર ન કરવો, ભલે જ એ પછી સારા કામ માટે કરવામાં આવી હોય, એની અસર પડે છે. સ્ટડી મુજબ 79 ટકા લોકોએ કહ્યું હતું કે તેમના દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ થવાની કોઈ જ શક્યતા નથી અને તેમણે દરેક વખતે 'યોગ્ય' જ હોવાનું છે અને યોગ્ય નિર્ણય લેવાના છે, કેમકે આ તેમની જવાબદારી છે અને આ 'ઝીરો એરર સિન્ડ્રોમ', જે તણાવ વધારવામાં કારણભૂત છે.

એક રિસર્ચમાં સ્પષ્ટ થયું છે કે વર્ક-લાઈફને યોગ્ય રીતે બેલેન્સ કરવાનું કામ એટલું સહેલું નથી, કેમ કે ટેક્નોલોજીની અસર આપણા જીવનના દરેક તબક્કે પડે છે. આ મુદ્દાઓનો સામનો કરવા માટે યુવા પેઢીઓના વિચાર અલગ છે. રિસર્ચમાં સામેલ યુવાનોનું માનવું છે કે લાંબા સમય સુધી કામ કરવાનો અર્થ છે કે જે લોકો જલદી ઘરે જતા રહે છે, તેમની તુલનાએ તેઓ પોતાના કામ પ્રત્યે વધુ સચેત છે.

આ સાથે જ રિસર્ચમાં સામેલ લોકોનું માનવું છે કે તેમને પોતાનું કામ કરવાની આઝાદી મળવી જોઈએ, કે જેથી તેઓ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે, જે રીતે તેઓ કરવા માગે છે. કેટલાંક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જો કર્મચારીઓને બંધનમાં રાખવામાં આવે અને તેમને પોતાની સમસ્યાઓના ઉકેલ માટે છૂટ ન આપવામાં આવે તો તેઓ ન તો પોતાને નબળા માને છે, સાથે જ ક્રિયેટિવ કામ પણ નથી કરી શકતા.

જો આ મુશ્કેલીઓને દૂર કરવી છે તો આર્મ્ડ ફોર્સીસને મજબૂત કરવી પડશે. પોતાની 'ભૂલનો સ્વીકાર ન કરવા'વાળી હેબિટને દૂર કરવી જરૂરી છે.એતેનાથી ઓફિસર્સ નાની ઉંમરમાં હાર્ટની બીમારીઓનો શિકાર થવાથી બચી શકે છે. આ સાથે જ ઝીરો એરર સિન્ડ્રોમને સમાપ્ત કરવું પણ એટલું જ જરૂરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post