• Home
  • News
  • 7.8 તીવ્રતાનો ભૂકંપ, 4 દેશો ધણધણ્યા; 1300 મોત:તુર્કિયેમાં સૌથી વધારે 912 લોકો મૃત્યુ પામ્યા, સીરિયામાં 331; ભારત મદદ મોકલશે
post

1939માં 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે 30 હજાર લોકોનું મૃત્યુ થયું હતું. ત્યાં જ, 1999માં 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારે 845 લોકોનો જીવ ગયો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-06 16:32:07

મિડલ ઈસ્ટના ચાર દેશ તુર્કિયે (જૂનું નામ તુર્કી), સીરિયા, લેબેનોન અને ઇઝરાયેલ સોમવારે સવારે ભૂકંપથી ધ્રુજી ઉઠ્યા. સૌથી વધારે તબાહી એપિસેન્ટર તુર્કિયે અને તેની નજીક સીરિયાના વિસ્તારોમાં જોવા મળી છે. તુર્કિયેની સૌથી મોટી ન્યૂઝ વેબ સાઇટ અલ સબાહના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 912 લોકો મૃત્યુ પામ્યા છે. 2300 લોકોના ઘાયલ થવાના સમાચાર મળ્યા છે. સીરિયામાં 331 લોકો માર્યા ગયા અને 639 લોકો ઘાયલ છે. બંને દેશોમાં મૃત્યુ પામનાર લોકોની કુલ સંખ્યા લગભગ 1300 જણાવવામાં આવી છે. લેબેનોન અને ઇઝરાયલમાં પણ ઝટકા અનુભવ થયા છે, પરંતુ અહીં નુકસાનના સમાચાર મળ્યા નથી

ભૂકંપનું એપિ સેન્ટર તુર્કિયેનું ગાઝિયાન્ટેપ શહેર રહ્યું. તે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર છે. એટલે તેની આસપાસના વિસ્તારોમાં વધારે તબાહી થઈ. તેની અસર પણ જોવા મળી રહી છે. દમિશ્ક, અલેપ્પો, હમા, લતાકિયા સહિત અનેક શહેરોમાં ઇમારતો ધરાશાયી થવાના સમાચાર મળ્યા છે. ત્યાં જ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કિયેમાં આવેલાં ભૂકંપમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે 140 કરોડ ભારતીયોની સંવેદનાઓ તુર્કિયે સાથે છે. ભારત સરકાર મદદ માટે રાહત સામગ્રી સાથે NDRF અને મેડિકલ ટીમને તુર્કિયે મોકલી રહી છે.

18 આફટર શૉક આવ્યા, 7 તીવ્રતાના 5થી વધારે
યૂનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા પ્રમાણે, 7.8 તીવ્રતાના ભૂકંપ પછી 18 આફટર શૉક રેકોર્ડ કરવામાં આવ્યાં. જેની તીવ્રતા 4થી વધારે હતી. પહેલાં ભૂકંપ પછી આવેલાં 7 મોટા ભૂકંપના ઝટકાની તીવ્રતા 5થી વધારે હતી. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે આગામી થોડાં કલાકો કે પછી દિવસો સુધી આફટર શોક્સ અનુભવ થઈ શકે છે.

તુર્કિયેમાં 30 મિનિટમાં સતત 3 મોટા ભૂકંપ આવ્યા
તુર્કિયેમાં 30 મિનિટની અંદર ભૂકંપના 3 મોટા ઝટકા અનુભવ થયા. પહેલાં ભૂકંપનું કેન્દ્ર તુર્કિયેના કહરામનમારસ પ્રાંતના ગાઝિયાન્ટેપ શહેરથી 30 કિલોમીટર દૂર અને જમીનથી લગભગ 24 કિલોમીટર નીચે હતું. લોકલ સમય પ્રમાણે આ ભૂકંપ સવારે 4.17 મિનિટે આવ્યો હતો. 6.7 તીવ્રતાનો બીજો ઝટકો 11 મિનિટ પછી એટલે 4.28 મિનિટે આવ્યો. તેનું કેન્દ્ર જમીનથી 9.9 કિલોમીટર નીચે હતું. તેની 19 મિનિટ પછી એટલે 4.47 વાગ્યે 5.6 તીવ્રતાનો ત્રીજો ભૂકંપ પણ આવ્યો.

સૌથી વધારે અસરવાળું શહેર- અંકારા, ગાઝિયાન્ટેપ, કહરામનમારસ, ડિયર્બકિર, માલટ્યા, નૂરદગી શહેર સહિત 10 શહેરોમાં ભારે તબાહી થઈ. અહીં 1710થી વધારે ઇમારતો ધરાશાયી થઇ હોવાનું જાણવા મળ્યું છે. અનેક લોકો કાટમાળ નીચે દબાવેયાં છે. લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે. અનેક વિસ્તારોમાં ઇમરજન્સી લાગૂ કરી દેવામાં આવી છે.

100 વર્ષ પછી આવ્યો આટલો ખતરનાક ભૂકંપ, 10 હજાર લોકો મૃત્યુ પામી શકે છે
યૂનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)એ આશ્ચર્યનક વાત કહી છે. તેના આંકડા પ્રમાણે તુર્કિયેમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એક હજાર થઈ ગઈ છે. આ સંખ્યા 10 હજાર સુધી પહોંચી શકે છે.

USGSએ તેની પાછળ તર્ક જણાવ્યું છે કે- 1939માં 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે 30 હજાર લોકોનું મૃત્યુ થયું હતું. ત્યાં જ, 1999માં 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારે 845 લોકોનો જીવ ગયો હતો.

તુર્કીયેના રાષ્ટ્રપતિ રેજબ તૈયબ ઇરદુગાને ટ્વીટ કરીને કહ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલુ છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 ઝટકા લાગ્યા. ઇરદુગાને લોકોને અપીલ કરી કે તેઓ ધરાશાયી ઇમારતોમાં પ્રવેશ કરે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post