• Home
  • News
  • ત્રણ મહિનામાં 7 લાખ લોકોએ વીમો ઉતરાવ્યો, રૂ. 600 કરોડ ભર્યા, એપ્રિલ-જૂન વચ્ચે પોલિસી લેનારા 1000 ટકા વધ્યા
post

કોરોના મને થઈ ગયો તો! આવી ચિંતામાં એપ્રિલથી જૂન વચ્ચે પ્રીમિયમની આવકમાં 500%નો જંગી વધારો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-24 09:38:37

અમદાવાદ: આજેય મોટા ભાગના લોકો માટે વીમા પોલિસી ટેક્સ બચાવવાનું સાધન છે. જોકે, કોરોના વાઈરસના કાળમાં વધુને વધુ લોકો પરિવારના ભવિષ્યની ચિંતામાં વીમા પોલિસી ખરીદી રહ્યા છે. કોરોના પછી પરિવારનો મુખ્ય આધાર ગણાતી વ્યક્તિ ના રહે, એવી સ્થિતિમાં પરિવાર આર્થિક રીતે આત્મનિર્ભર રહી શકે એવું વિચારીને મોટી સંખ્યામાં લોકો વીમા રોકાણ તરફ વળ્યા છે. 

જીવન વીમા ક્ષેત્રે 70% હિસ્સો ધરાવતી એલઆઈસીના આંકડા કહે છે કે, ગુજરાતમાં એપ્રિલની તુલનામાં જૂન દરમિયાન વીમા પોલિસીના ખરીદનારાની સંખ્યા 10 ગણી થઈ ગઈ. આ દરમિયાન વીમા પ્રીમિયમની આવકમાં પણ 500%નો જંગી વધારો થયો. નિષ્ણાતો કહે છે કે, કામ-ધંધા બંધ થવાથી કે મંદ પડવા છતાં લોકો પોતાની બચતમાંથી વીમો કરાવી રહ્યા છે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે. ગુજરાતમાં એપ્રિલમાં ફક્ત 5073 લોકોએ નવી પોલિસી ખરીદીને ફક્ત રૂ. 63.47 કરોડ પ્રીમિયમ ભર્યું હતું. જોકે, જૂનમાં તેનાથી 1000% વધુ એટલે કે 50,904 લોકોએ રૂ. 347.2 કરોડ ચૂકવીને નવા વીમા ખરીદ્યા. હાલ લોકો પાસે પૈસાની તંગી છે, એટલે મોટી સંખ્યામાં ઓછી રકમની પોલિસી વધુ ખરીદાઈ રહી છે. તેથી પોલિસીઓની સંખ્યાની સરખામણીએ પ્રીમિયમમાં ઓછો વધારો નોંધાયો છે. વીમા કંપનીઓ પણ લોકોને કોરોના જેવી આકસ્મિક આફત સામે વીમા કવચ ઉપલબ્ધ કરાવી રહી છે. 

ગત 3 મહિનાથી ટર્મ પોલિસી ખરીદનારા પણ વધ્યા
કોરોનાના કારણે જાહેર કરાયેલા લૉકડાઉન અને અનલૉક-2 દરમિયાન એપ્રિલથી જૂન સુધી આશરે 7.05 લાખ લોકોએ જીવન વીમો ખરીદ્યો. તેમાં ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદનારા પણ મોટી સંખ્યામાં છે. આ ત્રણ મહિનામાં એલઆઈસીને પહેલા હપ્તાના રૂપમાં રૂ. 589.39 કરોડ પ્રીમિયમ મળ્યું છે. 

પોલિસી ખરીદવામાં ભાવનગર સૌથી પાછળ, આવક પણ ઓછી 
એલઆઈસીના આંકડા પ્રમાણે, મોટા શહેરના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગે મોટા પ્રીમિયમની પોલિસીઓ ખરીદી છે. સુરતના લોકોએ એપ્રિલ-જૂનમાં સૌથી વધુ રૂ. 125.95 કરોડ પ્રીમિયમ ભર્યું, જ્યારે અમદાવાદ 111.63 કરોડ પ્રીમિયમ સાથે બીજા નંબરે છે. ગુજરાતમાં ભાવનગરમાંથી સૌથી ઓછું રૂ. 28.55 કરોડ પ્રીમિયમ મળ્યું છે.

છેલ્લા ત્રણ મહિનામાં વેચાયેલી પોલિસી

શહેર

અમદાવાદ

સુરત

ગાંધીનગર

પોલિસી

પ્રીમિયમ

પોલિસી

પ્રીમિયમ

પોલિસી

પ્રીમિયમ

એપ્રિલ

633

13.25

586

13.18

1450

8.59

મે

1921

29.78

3240

40.27

4484

27.34

જૂન

7354

68.6

7541

72.5

14010

52.77

કુલ

9908

111.63

11367

125.95

19944

88.7

વડોદરા, રાજકોટ, ભાવનગર અને નડિયાદ

શહેર

વડોદરા

રાજકોટ

ભાવનગર

નડિયાદ

પોલિસી

પ્રીમિયમ

પોલિસી

પ્રીમિયમ

પોલિસી

પ્રીમિયમ

પોલિસી

પ્રીમિયમ

એપ્રિલ

551

11.62

841

7.61

337

3.16

675

6.06

મે

2512

33.38

2925

22.38

1196

8.72

2840

16.85

જૂન

5921

64.2

7514

36.73

2783

16.67

5871

35.73

કુલ

8984

109.2

11280

66.72

4316

28.55

9386

58.64

 

adv

Related News

post
post
post
post
post
post
post