• Home
  • News
  • ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ:70 વર્ષના વડાપ્રધાન મોદીએ ખોલ્યું ફિટનેસ રહસ્ય, કહ્યું- સરગવાના પરાઠા ખઉં છું, હળદર પણ લઉ છુ
post

વડાપ્રધાને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટમાં કહ્યું, ફિટ રહેવામાં પરિવારનો સાથે હોવો પણ એટલો જ જરૂરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 11:26:35

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને ગુરુવારે એક વર્ષ પૂરું થશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સ અને મનોરંજન જગતની સેલિબ્રિટી સાથે ઓનલાઈન સંવાદ કર્યો હતો. આ ચર્ચા વખતે મોદીએ ક્રિકેટર વિરાટ કોહલીને પૂછ્યું છે કે, ક્રિકેટ ટીમ માટે યોયો ટેસ્ટ કરાય છે. શું કેપ્ટને પણ તે પાસ કરવો પડે છે? આ મુદ્દે કોહલીએ કહ્યું કે, અમે અમારા ફિટનેસનું લેવલ વધારવા માંગીએ છીએ, જેથી યોયો ટેસ્ટ જરૂરી છે. યોયો ટેસ્ટમાં હું ફેલ થાઉં તો મારું પણ સિલેક્શન ન થાય. મોદીએ 'ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ'નો મંત્ર આપતા કહ્યું કે, ફિટ રહેલા દરેકે અડધો કલાક વ્યાયામ કરવો જોઈએ. ઈન્ડિયા જેટલું ફિટ હશે, એટલું જ હિટ રહેશે.

જે પરિવાર એકસાથે રમે છે, તે એકસાથે ફિટ રહે છે: નરેન્દ્ર મોદી
મોદીએ કહ્યું કે, આજકાલ અનેક લોકો ફિટનેસ સુધારવા પ્રયત્નશીલ છે. બધું જ સારા આરોગ્ય પર નિર્ભર છે. સ્વાસ્થ્ય છે, તો ભાગ્ય છે, સફળતા છે. જે પરિવાર એક સાથે રમે છે, તે ફિટ રહી છે. તેઓ સફળ પણ થાય છે. આપણે ત્યાં કહેવાયું છે કે, ‘મન ચંગા તો કઠૌતી મેં ગંગા’. હું સરગવાના પરાઠા ખાઉં છું. અઠવાડિયે બે વાર માતા સાથે વાત કરું છું, ત્યારે તે પણ પૂછે છે કે, હળદર લે છે ને?

હું 10 ફૂટના રૂમમાં પણ મારી જાતને ફિટ રાખી શકું છું : મિલિંદ સોમણ
આ ચર્ચામાં મોદીએ અભિનેતા મિલિંદ સોમણ સાથે વાત કરીને તેની ઉંમર વિશે પૂછ્યું હતું. મિલિંદ સોમણે કહ્યું કે, ઘણી વાર લોકો મને પૂછે છે કે, 55 વર્ષે પણ આટલું કેવી રીતે દોડો છો? હું તેમને કહું છું કે, મારી માતા 81 વર્ષની છે અને તે પણ આ બધું કરે છે. કોઈ પણ વ્યક્તિ વર્કઆઉટ માટે દોડી શકે છે. હું 10 ફૂટના રૂમમાં પણ ફિટ રહી શકું છું અને તમે પણ એવું કરી શકો છો.

મગજમાં એ સ્પષ્ટ હોવું જોઈએ કે તમે શેના માટે ફિટ રહેવા માંગો છો?: કોહલી
આ ચર્ચામાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે જો ક્રિકેટ પ્રેક્ટિસ મિસ થઈ જાય તો ખરાબ નથી લાગતું, પરંતુ ફિટનેસ સેશન મિસ થઈ જાય તો બહુ જ ખરાબ લાગે છે. જો ફિટનેસ નહીં સુધારીએ તો પર્ફોર્મન્સ પણ નહીં કરી શકીએ. શરીર અને મગજ બંને સ્વસ્થ રાખવા વર્કઆઉટ જરૂરી છે. રાત્રે ગળ્યું ખાઈને સૂઈ જવું પણ અયોગ્ય છે. આ સાથે તમે શેના માટે ફિટ રહેવા ઈચ્છો છો, તે પણ સ્પષ્ટ હોવું જોઈએ.

હવે લોકો દૂધ-હળદર, ઘીનું મહત્ત્વ સમજવા લાગ્યા છે: ઋજુતા દિવેકર
ન્યુટ્રિશન અને ફિટનેસ એક્સપર્ટ ઋજુતા દિવેકરે વડાપ્રધાન મોદી સાથેની વાતમાં કહ્યું હતું કે આજકાલ અમેરિકામાં પણ ઘીશબ્દ સૌથી વધુ વાર ગૂગલ સર્ચ કરાય છે. આપણે સ્થાનિક ખાદ્યો લઈશું તો તે ખેડૂતો માટે પણ સારી વાત છે. આ સાથે આપણું આરોગ્ય પણ સારું રહેશે. હવે લોકો દૂધ-હળદર અને ઘીનું મહત્ત્વ પણ સમજવા લાગ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post