• Home
  • News
  • 5 વર્ષમાં 777 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે:30 વર્ષ બાદ ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝમાં રમાશે 5 ટેસ્ટ; IPL વિન્ડોને પણ મળ્યું ગ્રીન સિગ્નલ
post

નવા FTP મુજબ ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરિઝના મેચમાં વધારો કરવામાં આવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-17 19:15:49

દુનિયાભરમાં T20 લીગનો વધતો દબદબા સામે પણ આંતરરાષ્ટ્રીય મેચની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ICCએ વર્ષ 2023થી લઈને 2027 સુધી ફ્યૂચર્સ ટૂર પ્રોગ્રામ (FTP) બહાર પાડ્યો છે. આ પાંચ વર્ષમાં ICCએ કુલ 12 ફુલ મેમ્બર્સ કુલ 777 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. જેમાં 173 ટેસ્ટ, 281 વનડે અને 323 T20 આંતરરાષ્ટ્રીય મેચ સામેલ છે. પાછલા FTPમાં કુલ 694 મેચ સામેલ હતા. આ વખતે 81 મેચ વધુ રમાશે. સાથે જ દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં BCCIને IPLનો વિન્ડો મળ્યો છે. આ બે મહિના દરમિયાન કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે નહિ.

બોર્ડર-ગાવસ્કર સિરિઝમાં 5 ટેસ્ટ મેચ
નવા FTP મુજબ ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરિઝના મેચમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આ સિરિઝમાં બન્ને ટીમોએ 5 ટેસ્ટ મેચ રમવાનાં રહેશે. 1992 બાદ પ્રથમ વખત બોર્ડર-ગાવસ્કર સિરિઝમાં 5 ટેસ્ટ મેચ રમાશે. છેલ્લા થોડા વર્ષોમાં બન્ને ટીમ વચ્ચે 4 ટેસ્ટ મેચ જ રમાઈ રહ્યા હતા. 2023-2027ની વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા 5 ટેસ્ટ મેચની 2 સિરિઝ રમશે. જેમાંથી એક સિરિઝ ઓસ્ટ્રેલિયામાં રમાશે, જ્યારે એક વખત ભારતમાં રમાશે.

40 વનડે વધુ રમાશે
પાછલા FTPની તુલનાએ આ વખતે 22 ટેસ્ટ, 40 વનડે અને 25 T20 મેચ વધુ રમાશે. વચ્ચે એવી ચર્ચાએ જોર પકડ્યુ હતુ કે વનડે ક્રિકેટમાં લોકોને રસ રહ્યો ના હોવાથી ICC હવેના FTPમાં વનડે મેચને ઓછી રાખશે. જોકે ICCએ વધુ વનડે મેચ રાખીને આ અફવા ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધુ છે.

હવેની 2 WTCના શિડ્યૂલ પણ જાહેર
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના હવેના 2 વિન્ડો પણ જાહેર કરવામાં આવ્યા છે. 2023-2025 WTCમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની યજમાની કરશે. જ્યારે ઓસ્ટ્રેલિયા, વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાના ટૂર પર જશે.

તો 2025-2027 WTCમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા, વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની યજમાની કરશે, જ્યારે ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને શ્રીલંકાના ટૂર પર જશે.

ત્રિકોણીય સિરિઝની થશે વાપસી
વાઇટ બોલ ક્રિકેટમાં ત્રિકોણીય સિરિઝની વાપસી થવા જઈ રહી છે. ફેબ્રુઆરી 2025માં પાકિસ્તાનની ટીમ પોતાની યજમાનીમાં ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સાથે વનડે ટ્રાઈ સિરિઝ રમશે. તો જુલાઈ 2025માં ઝિમ્બાબ્વે, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ઝિમ્બાબ્વેમાં T20 ટ્રાઈ સિરિઝ રમાશે. આ પછી પાકિસ્તાન ફરી પોતાનવા ઘરમાં ઓક્ટોબર-નવેમ્બર 2026માં ઇંગ્લેન્ડ અને શ્રીલંકા સાથે ટ્રાઈ સિરિઝ રમશે.

ICC ઇવેન્ટ્સ સમયપ્રમાણે યોજાશે
2023
થી 2027ના વચ્ચે ICCના તમામ ગ્લોબલ ઇવેન્ટ્સ સમયપ્રમાણે યોજાશે. 2023નો વનડે વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. તો 2024માં T20 વર્લ્ડ કપ USA અને વેસ્ટઈન્ડિઝમાં રમાવાનો છે. 2025માં વનડે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યુ છે. તો ભારત અને શ્રીલંકા સાથે મળીને 2026ના T20 વર્લ્ડ કપની યજમાની કરશે. તો 2027ના વનડે વર્લ્ડ કપ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબીયા ખાતે યોજાવાનો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post