• Home
  • News
  • સ્કૂલમાં પરત કેવી રીતે ફરવું:78% માતા-પિતા હજી પણ તેમના બાળકોને શાળાએ મોકલવા નથી માગતા, નોકરી કરનારા પેરેન્ટ્સ વધારે ચિંતિત, 67% બાળકોને ઓનલાઇન એજ્યુકેશન ન ગમ્યું
post

હૈદરાબાદના માતા-પિતા સૌથી વધુ ચિંતિત છે, જ્યારે ચેન્નાઈ અને કોલકાતામાં માતા-પિતા જોખમ લેવા તૈયાર છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-19 17:35:28

મહિનાઓથી બંધ પડેલી સ્કૂલો ફરી શરૂ કરવાના સંકેત સરકાર પહેલાં જ આપી ચૂકી છે. આગામી 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી 12 સુધીના ક્લાસ માટે સ્કૂલ શરૂ થવાની છે. જોકે સરકારે પેરેન્ટ્સની અનુમતિ માગી છે. અર્થાત જો પેરેન્ટ્સની સંમતિ નથી તો બાળક સ્કૂલે નહીં જાય.

સ્કૂલ ફરી શરૂ કરવાની તૈયારી ભલે જે પણ હોય, સવાલ એ છે કે શું માતા-પિતા માનસિક રૂપે બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર છે? ઓનલાઈન શિક્ષણ કંપની SP રોબોટિક્સ વર્ક્સના રિસર્ચમાં મળેલા આંકડા અનુસાર, આશરે 78% પેરેન્ટ્સ મહામારી બાદ જ બાળકોને સ્કૂલે મોકલવા માગે છે

ભલે બાળકોને ફરી એ જ ક્લાસમાં ભણવું પડે
રિસર્ચમાં સામેલ પેરેન્ટ્સ સ્થિતિ સામાન્ય થવા સુધી બાળકોને સ્કૂલે નહીં મોકલે. ભલે બાળકોનું આ વર્ષ બગડે અને ફરી એ જ ક્લાસમાં ભણવું પડે. રિસર્ચ પ્રમાણે, બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદમાં રહેનારા માતા-પિતા પોતાના બાળકો માટે વધારે ચિંતિત છે.

જ્યારે મોટા શહેરોની સરખામણીએ કોલકાતા અને ચેન્નાઈમાં સ્થિતિ અલગ છે. અહીં પેરેન્ટ્સ પોતાના બાળકો સાથે જોખમ ઉઠાવવા માટે તૈયાર છે. એવું નથી કે બાળકો સાથે જોખમ ઉઠાવનારા પેરેન્ટ્સ અને બાળકો ઓનલાઈન એજ્યુકેશનના સમર્થક છે. 64% પેરેન્ટ્સનું માનવું છે કે ઓનલાઈન સ્ટડી કરતાં ક્લાસરૂમ વધારે શ્રેષ્ઠ છે. આટલું જ નહીં, 67% બાળકો પણ ઓનલાઈન ક્લાસનું સમર્થન કરતા નથી. ભોપાલમાં રહેતી પ્રીતિ દુબે જણાવે છે કે, ‘ઓનલાઈન ક્લાસથી હું સંપૂર્ણ રીતે સંતુષ્ટ નથી, કારણ કે ક્લાસરૂમની સરખામણીએ ઓનલાઈન લર્નિંગમાં બાળકો ફોકસ કરી શકતા નથી.જો કે, તે સ્થિતિ સામાન્ય થઈ જાય ત્યાં સુધી ઓનલાઈન ક્લાસનું સમર્થન કરે છે.

માતા-પિતાના પ્રોફેશનની અસર થાય છે
સ્ટડી પ્રમાણે, પેરેન્ટ્સના પ્રોફેશનનો મહત્ત્વનો રોલ હોય છે. આંકડા પ્રમાણે, પગારદાર માતા-પિતા પોતાના બાળકોને લઈને સૌથી વધારે ચિંતિત છે. માત્ર 17% પેરેન્ટ્સ જ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માંગે છે. જ્યારે 30% સેલ્ફ એમ્પ્લોઈડ અને 56% ફ્રીલાન્સ કરતા પેરેન્ટ્સ સ્કૂલ ખુલ્યા પછી બાળકોને મોકલવા માગે છે.

સ્કૂલથી દૂર રહેવાથી બાળકો પર માનસિક અસર થાય છે
એક્સપર્ટ પ્રમાણે, બાળકો ઘણા સમયથી પોતાના સ્કૂલ રૂટીન અને મિત્રોથી દૂર છે. આ અંતર તેમને માનસિક રીતે તકલીફ પહોંચાડી રહ્યું છે. અમદાવાદમાં સાઈક્યાટ્રીસ્ટ અને કાઉન્સેલર ડૉ. ધ્રુવ ઠક્કરના જણાવ્યા પ્રમાણે, બાળકો પોતાના મિત્રોને મળી શક્યા નથી અને તેની જ અસર વધારે થાય છે.
તેવામાં જો સ્કૂલ ખુલે તો બાળકોની મેન્ટલ હેલ્થ માટે ફાયદાકારક થશે. આ ઉપરાંત પેરેન્ટ્સને પણ બાળકોની ચિંતા ઓછી થશે અને તેઓ બીજા કામમાં ધ્યાન આપી શકશે.

બાળકોના સ્કૂલ કમબેક પર પેરેન્ટ્સે શું કરવું? ચોખ્ખાઈનું વચન: હવે જ્યારે બાળકો સ્કૂલે જવાના છે તો માતા-પિતાને જોઈ લેવું જોઈએ કે બાળકો સાવધાનીને લીધે ચિંતિત છે કે નહિ. મહામારી દરમિયાન ઘરમાં દરેક વસ્તુઓની ચોખ્ખાઈનું ધ્યાન રાખો.

વારંવાર યાદ ન અપાવો: જો તમે બાળકોને વારંવાર કોઈ વસ્તુ કહેશો તો તેમને ગમશે નહિ. બાળકો પણ મહામારીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં તેમને પોતાની સુરક્ષાની ખબર છે. બાળકોને પૂછો કે તેઓ સ્કૂલમાં શું કરશે. આમ કરવાથી તેમને પોતાની વાત સમજવાનો મોકો મળશે.

સ્કૂલ રૂટીનનું પુરાવર્તન કરો: ઓનલાઈન ક્લાસ દરમિયાન બાળકોને સૌથી વધારે જેમની યાદ આવતી હતી તે છે સ્કૂલનું રૂટીન. માતા-પિતા ફરીથી બાળકોના સ્કૂલનાં રૂટીનનું પુનરાવર્તન કરો. તેનાથી બાળકોને નવું વાતાવરણ મળશે અને સ્કૂલ માટે પણ ખુશ રહેશે.

માહિતી શેર કરો: બાળકો સાથે સમયાંતરે માહિતી શેર કરતા રહો. ઘણી વખત બાળકો બહારથી ખોટી માહિતી લાવે છે અને તેનું પાલન કરવાનું શરૂ કરે છે. બાળકો સાથે ખુલ્લા દિલથી વાત કરો. જેથી, તમે તેમના મનની વાત જાણી શકો અને યોગ્ય માહિતી મેળવી શકો.

સેફ્ટી કીટઃ રોગચાળામાં સ્કૂલ બેગમાં પણ ફેરફાર કરવામાં આવશે. કોપી પુસ્તકો, લંચ બોક્સ ઉપરાંત બેગમાં એક્સ્ટ્રા માસ્ક, સેનિટાઇઝર સામેલ કરો. બાળકો સાથે ગરમ પાણીની બોટલ રાખો. ઘરેથી પાણી લઈ જવાને કારણે તેમને શાળામાં વારંવાર કોઈ સપાટીને સ્પર્શ કરવાનો રહેશે નહીં.

અપેક્ષાઓનો ભાર ન નાખો: આ રોગચાળાએ બાળકોના જીવનને પણ અસર કરી છે. મહિનાઓ સુધી તેમના મિત્રો અને ક્લાસરૂમની એક્ટિવિટીઝથી દૂર બાળકો ધીમે-ધીમે તેમની જૂની દિનચર્યામાં પાછા આવવા માટે સક્ષમ હશે. આવી પરિસ્થિતિમાં, માતા-પિતાએ તેમની પર ભણવાનું વધારે દબાણ ન આવે તેની કાળજી લેવી જોઈએ. માતા-પિતાએ બાળકો સાથે સપોર્ટિવ રહેવું જોઈએ.

પ્રોત્સાહિત કરો: નિષ્ણાતો કહે છે કે મોટાભાગના બાળકોને શાળાએ જવાની ખુશી છે. માતા-પિતા અને શિક્ષકોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ ખુશી બની રહે. તેમને વસ્તુઓ જૂની રીતે સમજાવવાનો પ્રયાસ કરશો નહીં. કદાચ જે બાળક મહિનાઓથી ઓનલાઇન ક્લાસમાં ભણી રહ્યું હોય તે તરત કંઈ સમજી પણ ન શકે. આવી સ્થિતિમાં બાળક નિરાશ ન થાય તેની કાળજી લેવી જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post