• Home
  • News
  • 8 પોલીસનો હત્યારો વિકાસ દુબે બિજનૌરમાં દેખાયો, બાતમી આપનારને હવે અઢી લાખનું ઈનામ
post

પોલીસને શંકા છે કે, તે પોતાની ગેંગ સાથે ઉત્તરાખંડમાં ઘૂસ્યો હોઈ શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 11:01:13

લખનઉ: કાનપુરના બિકરુ ગામમાં આઠ પોલીસકર્મીની હત્યા કરીને ફરાર થઈ ગયેલો હત્યારો વિકાસ દુબે પોતાના સાથીદારો સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશના બિજનૌરમાં જોવા મળ્યો હોવાના અહેવાલ છે. ગુપ્તચર તંત્રની માહિતી પ્રમાણે, તે છ સાથીદારો સાથે સ્કોર્પિયો કારમાં હતો. આ બાતમી પછી અહીં સમગ્ર વિસ્તારમાં તેની શોધખોળ શરૂ કરાઈ છે. પોલીસને શંકા છે કે, તે પોતાની ગેંગ સાથે ઉત્તરાખંડમાં ઘૂસ્યો હોઈ શકે છે. 

બીજી તરફ, વિકાસ દુબેને માહિતી આપવાના આરોપમાં એક સિનિયર ઈન્સ્પેક્ટર સહિત વધુ ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા હતા. પોલીસે વિકાસ દુબેની માહિતી આપનારને ઈનામની રકમ પણ વધારીને રૂ. અઢી લાખ કરી દીધી છે. વિકાસની મોટી બહેન ચંદ્રકલાએ કહ્યું હતું કે, વિકાસ સાથે અમારે કોઈ સંબંધ નથી.  

 

adv

Related News

post
post
post
post
post
post
post