ગત 9 મેના ઘો. 12 અને ગુજકેટનું પરિણામ આવ્યું હતું
અમદાવાદ: GSEB (ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ)ના પરિણામ બાદ આજરોજ 13 મે, 2024ના CBSEનું પરિણામ જાહેર થયું
છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ
જાહેર કરાયું છે. 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી. દેશના અંદાજિત 35 લાખ વિદ્યાર્થીઓએ
પરીક્ષા આપી હતી. આ પરિણામ વિદ્યાર્થીઓ CBSEની વેબસાઇટ પરથી જાણી
શકશે.
આ વર્ષે એટલે કે, 2024નું CBSEનું 87.98% પરિણામ આવ્યું છે. ધોરણ
12માં 24,000થી વધુ વિદ્યાર્થીએ 95 ટકા તો 1.16 લાખથી વધુ વિદ્યાર્થીઓ 90 ટકા મેળવ્યા છે. આ પરિણામમાં છોકરીઓએ 6.40 ટકાથી વધુ પોઈન્ટ્સથી
છોકરાઓને પાછળ છોડી દીધા છે. 91 ટકાથી વધુ છોકરીઓએ પરીક્ષા પાસ કરી છે.
·
વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઇટ http://cbse.gov.in પર તેમનું પરિણામ જોઈ
શકે છે.
ગત 9 મેના ઘો. 12 અને ગુજકેટનું પરિણામ આવ્યું હતું
ગત 9 મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં
લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2024 પરીક્ષાનું પરિણામ જાહેર
કરાયું હતું. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org
પર સવારે 9 કલાકે આ પરિણામ મુકાયું હતું. જેમાં સામાન્ય પ્રવાહનું પ્રથમવાર રેકોર્ડ બ્રેક
રિઝલ્ટ આવ્યું છે. 12 સાયન્સમાં આ વખતે છોકરીઓ સામે છોકરાઓએ બાજી મારી છે. સામાન્ય પ્રવાહની 1 હજારથી વધુ સ્કૂલનું પરિણામ 100% આવ્યું છે.