• Home
  • News
  • કડાણા ડેમમાં 125 મી.થી પડતાં પાણીથી 40 ફૂટ ઊંડો ખાડો, ખાડો પૂરવા 3500 ટ્રક ગ્રેવલ, પથ્થરો, કાળા પથ્થરો નાખ્યા
post

ખાડામાંથી પાણી કાઢવા 50 હોર્સપાવરના 5 પંપ ચાલુ કરવામાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 11:50:05

દીવડા કોલોની: કડાણા ડેમમાં આવેલ નીચાણ વિસ્તારમાં પાછલા બે મહિનાથી મોટા પાયે મશીનરી અને હજારોની સંખ્યામાં ડમપર (ટ્રકોની ) અવર જવર થતાં ડેમ તૂટ્યો હોવાની અફવા વાયુ વેગે વહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જો કે વહીવટી તંત્ર દ્વારા બકેટનું કામ હાથ ધરાયું હોવાનો ખુલાસો કરતા રાહતના સમાચાર સંભળાયા હતા. 

ગુજરાતના ત્રીજા નંબર અને મહીસાગર જીલ્લાના લોકોની જીવાદોરી સમાન કડાણા ડેમની સ્થાપનાને 50 વર્ષ જેટલો સમય વિતી ચૂક્યો છે ત્યારે ડેમ વિભાગ દ્વારા સમયાંતરે ડેમની સુરક્ષાને ધ્યાને રાખીને (બકેટ) ની મરામત કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરતું છેલ્લે 2011 મા બકેટનુ કામ કરવામાં આવ્યું હતું જેથી લાંબા સમય સુધી વહીવટી તંત્રની નિષ્કાળજી ના કારણે 40 ફુટ ઊંડું ગાબડું પડી જતાં ડેમનું અસ્તિત્વ જોખમાયું હોવાનું જોવા મળી રહ્યુ હતું. જેને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા છેલ્લા બે મહિનાથી રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ડેમના નીચેના વિસ્તારમાં તંત્ર દ્વારા કામગીરી માટે મોટા પાયે મશીનરીઓ નો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જેમાં ગાબડાં નું પ્રમાણ મોટાપાયે હોય તેને પુરવા માટે 1500 ટ્રક રબ્બર સ્ટોન (કાળાપથ્થર) બહારથી મંગાવવામાં આવ્યા હતા.

ખાણ ખનિજ વિભાગની જાણ બહાર નદીમાં ખોદકામ
સિંચાઇ વિભાગ દ્વારા આ ખાડો પૂરવા માટે બહારથી લવાતા મટિરિયલ ઉપરાંત નદી ખોદીને પથ્થરો કાઢી ડમ્પર વડે ખાડા નાખવામા આવે છે. પણ આ નદીમાં ખોદકામ અંગે કોઇ પણ જાતની પરમીશન ખાણખનીજ વિભાગની લીધી નથી.

કામગીરીની જાણકારી

·         1500 ડમ્પર ખાડો પૂરવા માટે વાપર્યા

·         200 ડમ્પર ગ્રેવલ અને પથ્થર પૂર્યા

·         125 મી. ઊંચાઈ પરથી પાણી પર પડ્યું

·         5000કલાક 50 HPના 5 પંપ ચાલ્યા

 

adv

Related News

post
post
post
post
post
post
post