• Home
  • News
  • જોધપુર આર્ટ ગેલેરીમાં 5 દિવસનું આર્ટ એક્ઝિબિશન યોજાયું
post

વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કરાવી શરૂઆત

Written By newsonline | Ahmedabad | Published: 2024-10-01 16:03:36

અમદાવાદ:  વન સ્ટ્રોક આર્ટ એકેડેમીના ફાઉન્ડર નમ્રતા ચૌહાણ અને દર્શન પંચાલ દ્વારા વર્ષ 2024ના વાર્ષિક પેઈન્ટિંગ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. જેનું પ્રદર્શન અમદાવાદની જોધપુર આર્ટ ગેલેરી યોજવામાં આવ્યું. આ આર્ટ એક્ઝિબિશનને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને મનહર કાપડિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પેઈન્ટિંગ એક્ઝિબિશન સંસ્થામાં ચિત્ર કળાનું શિક્ષણ મેળવતા બાળકો દ્વારા ચિત્રીત ,ખૂબ જ આકર્ષક સુંદર મનોરમ્ય પેઈન્ટિંગ્સ પ્રદર્શિત કરવામા આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં વિવિધ માધ્યમ જેવા કે કેનવાસ , ફેબ્રીકસબોર્ડ ઉપર ડીફ્રન્ટ કલર પેઈન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.. આ એક્ઝિબિશન તારીખ 5 ઓકટોબર સુધી રોજ સવારે 11થી સાંજના સાત સુધી અનેક લોકોએ તેની મુલાકાત લીધી હતી. આ એક્ઝિબિશન પ્રસંગે ચિત્રકાર બાળકો મોટી સંખ્યામાં, તેમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ચિત્ર પ્રદર્શન નિહાળ્યુ હતુ.

adv

Related News

post
post
post
post
post
post
post