• Home
  • News
  • સુરતના 75 વર્ષના વૃદ્ધે ICUમાંથી ઓનલાઈન સંગીત સ્પર્ધામાં ભાગ લઈ ‘તારી આંખનો અફીણી...’ ગાયું
post

લોકડાઉનમાં હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા વડીલનો જુસ્સો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 10:08:11

સુરત: હોસ્પિટલનો સ્ટ્રેસ દૂર કરવા 75 વર્ષના વૃદ્ધે ICUમાંથી ઓનલાઈન સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. હરેન્દ્ર ઝવેરી હાર્ટએટેક આવતાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમણે તારી આંખનો અફીણીગીત ગાઈ સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો હતો. 45 વર્ષની ઉપરના લોકો પણ સંગીતની તાલીમ લઈ શકે તે માટે શહેરની એક સંસ્થા દ્વારા બનાવાયેલા ગ્રુપમાં 65 લોકો તાલીમ લઈ રહ્યાં છે, જેમાં 45 વર્ષથી ઉપરના 40 સુરતીઓ છે. લોકડાઉનમાં વોટ્સએપ દ્વારા સંગીતની તાલિમ અપાઈ રહી હતી. સંગીત ગ્રુપ સાથે જોડાયેલા વડિલો લોકડાઉનમાં સંગીત શીખવા માટે એપ્લિકેશનનો ઉપયોગ કરતાં શીખી ગયા છે, અને ઓનલાઈન જ સંગીતની તાલીમ લઈ રહ્યાં છે.

જિંદગીમાં સંગીત શીખી ન શક્યા હોય એટલે તાલીમ શરૂ કરી

સંગીત પ્રત્યે ખૂબ જ રૂચિ
75
વર્ષના હરેન્દ્ર ઝવેરી દિવ્યાંગ છે, જે 12 વર્ષથી પોતાના ઘરની બહાર જ નિકળ્યા નથી. પરંતુ તેવો આ ગ્રુપ સાથો જોડાયા પછી તેમને સંગીતમાં રસ જાગ્યો છે. લોકડાઉન દરમિયાન તેમને હાર્ટ એટેક આવતાં આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતાં. જો કે તેમને સંગીત પ્રત્યે ખુબ જ રુચિ હોવાથી ICUમાંથી ભાગ લીધો હતો.

વડીલો સંગીત પ્રેમી હોય છે
ખાસ કરીને વડિલોને સંગીતનો શોખ હોય છે, પરંતુ કોઈ કારણસર જિંદગીમાં સંગીત શીખી ન શક્યા હોય એટલા અમે આ સંગીતની તાલીમ શરૂ કરી છે. લોકડાઉન હોવાથી અમે વોટ્સએપ અને ઝૂમ એપ દ્વારા તાલિમ આપતા હતાં. - ચંદ્રેશ રાઠોડ, આયોજક

 

adv

Related News

post
post
post
post
post
post
post