• Home
  • News
  • આગામી વર્ષે કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝની જરૂર ગમે ત્યારે પડી શકે: ડો. ગુલેરિયા
post

દેશમાં કોરોનાના નવા ૧૫,૯૦૬ કેસ, કેરળે અગાઉ થયેલા મોતના આંકડા ઉમેરતા ૨૪ કલાકમાં મોતનો આંકડો ૫૬૧ થયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-25 11:20:25

નવી દિલ્હી:

કોવિડ-૧૯ વેક્સિનનો બૂસ્ટર ડોઝની જરૃર આગામી વર્ષે ગમે ત્યારે પડી શકે છે તેમ એઇમ્સ, દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે. જો કે આ વસ્તુ એ વાત પર નિર્ભર કરશે કે અગાઉ આપવામાં આવેલા બે ડોઝ બીમારી અને મૃત્યુથી ક્યાં સુધી બચાવી રાખે છે. 

તેમણે બાળકોની વેક્સિન અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે અમેરિકા જેવા કેટલાક અન્ય દેશોએ તેની ભલામણ કરી છે. અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં બાળકોનું વેક્સિનેશન પણ શરૃ કરવામાં આવશે. કોરોનાના અંતિમ બુસ્ટર ડોઝ પર ડોય ગુલેરિયાએ જણાવ્યું હતું કે આ અંગેની ચર્ચા ચાલી રહી છે. 

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૯૦૬ નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૪૧,૭૫,૪૬૮  થઇ ગઇ છે. 

જો કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૫૬૧ લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૫૪,૨૬૯  થઇ ગઇ છે. જો કે કેરળે અગાઉ થયેલા મોતની સંખ્યા દૈનિક મોતના આંકડામાં ઉમેરતા મૃત્યુઅઆંકમાં વધોરો જોવા મળ્યો છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યુ છે. કેરળમાં છેલ્લા ૨૪ કલાકાં ૪૬૪ લોકોના મોત બતાવવામાં આવ્યા છે પણ વાસ્તવમાં ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૫ લોકોનાં જ મોત થયા છે. 

બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા  ઘટીને ૧,૭૨,૫૯૪ થઇ ગઇ છે.  છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૧૧૩૪નો ઘટાડો થયો છે. 

 દૈનિક પોઝિટિવ રેટ ૧.૧૯ ટકા રહ્યો છે.   જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૨૩ ટકા રહ્યો છે.   અત્યાર સુધી વેક્સિનના અપાયેલા કુલ ડોઝની સંખ્યા ૧૦૨.૧૦ કરોડને પાર થઇ ગઇ છે.  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩,૪૦,૧૫૮  ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા વધીને ૫૯,૯૭,૭૧,૩૨૦થઇ ગઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ૫૬૧ મોત પૈકી ૪૬૪ મોત કેરળમાં અને ૩૩ મોત મહારાષ્ટ્રમાં થયા છે.અત્યાર સુધીમાં દેશમાં કોરોનાને કારણે કુલ ૪,૫૪,૨૬૯ લોકોનાં મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં ૧,૩૯,૯૯૮, કર્ણાટકમાં ૩૮,૦૦૨તમિલનાડુમાં ૩૬,૦૦૪, કેરળમાં ૨૮,૨૨૯દિલ્હીમાં ૨૫,૦૯૧, ઉત્તર પ્રદેશમાં ૨૨,૮૯૯ અને પશ્ચિમ બંગાળમાં ૧૯,૦૪૫ લોકોનાં મોત થયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post