• Home
  • News
  • એક બ્રિટિશ માછીમારે પકડી 30 કિલોની Goldfish,તૂટી શકે છે વર્લ્ડ રેકો
post

મિસ્ટર હેકેટે કહ્યું કે, હું હંમેશા જાણતો હતો કે "કેરેટ" બહાર છે, પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, હું તેને પકડીશ.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-22 17:56:20

નવી દિલ્હી: દુનિયામાં અનેક પ્રકારના જીવો હોય છે, લોકોને ખાસ અને વિશાળ પ્રાણીઓને પકડવાનો શોખ પણ હોય છે.  એક બ્રિટિશ માછીમારે અત્યંત દુર્લભ માછલી પકડી છે. મળતી માહિતી પ્રમાણે આ માછીમાર સંભવતઃ વિશ્વની સૌથી મોટી ગોલ્ડફિશ પકડી છે. 

ધ કેરોટ 

નારંગી રંગની આ મોટી માછલીને 'ધ કેરોટ' નામ આપવામાં આવ્યું હતું. તેનું વજન લગભગ 30 કિલો છે. વર્ષ 2019માં યુએસએના મિનેસોટામાં પકડાયેલી માછલી કરતાં તેનું વજન 13.5 કિલો વધુ છે, જે અત્યાર સુધી વિશ્વની સૌથી મોટી માછલી માનવામાં આવતી હતી. 

ક્યાંથી મળી આવી આ વિશાળ માછલી

ખાસ વાત એ છે કે, 42 વર્ષીય એન્ડી હેકેટે ફ્રાન્સના શેમ્પેનના બ્લુવોટર લેકમાં આ માછલી પકડી હતી. જે કાર્પ માછલી માટે જાણીતી છે. આ માછલી ચામડાની કાર્પ અને કોઈ કાર્પની હાઇબ્રિડ માછલી છે. જે પરંપરાગત રીતે નારંગી રંગની હોય છે.મિસ્ટર હેકેટે કહ્યું કે, હું હંમેશા જાણતો હતો કે "કેરેટ" બહાર છે, પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, હું તેને પકડીશ.

હેકેટને માછલીને પકડવામાં અને તેનો પીછો કરવામાં 25 મિનિટનો સમય લાગ્યો હતો. હું જાણતો હતો કે, તે એક મોટી માછલી છે જ્યારે આ માછલી મારી પકડમાં આવી, ત્યારે તેણે ભાગી જવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પણ પછી જ્યારે તે 30 કે 40 યાર્ડ પછી ઉપર આવ્યો ત્યારે મેં જોયું કે તે નારંગી રંગની હતી.  આ માછલીને પકડવી નસીબની વાત છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post